તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • કેરળના પીડીતોની મદદ માટે દાહોદની શાળાએ બીડુ ઉપાડ્યું

કેરળના પીડીતોની મદદ માટે દાહોદની શાળાએ બીડુ ઉપાડ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેરેલામાં પુર હોનારત સર્જાતાં પુર પીડીતોની મદદ માટે દાહોદ શહેરની સેન્ટ મેરી સ્કુલના બાળકો અને શિક્ષકોએ બીડુ ઉપાડ્યું છે. ફાળો એકત્ર કરવાના ભાગ રૂપે શાળાના બાળકોને રાત્રી બજારમાં દેશ ભક્તિના ગીતો ગાઇને ફાળો એકત્ર કરવા સાથે ચોખા, બ્લેન્કેટ, ચાદર, શોલ તથા ધનરાશી આપવા માટે લોકોને જાગૃત કર્યા હતાં.

ગુજરાત રાજ્યમાં કુદરતી પ્રકોપ સર્જાયો હતો તે વખતે અન્ય રાજ્યોએ મદદ કરી હતી. ત્યારે હાલમાં કેરળમાં પુરપ્રકોપને કારણે ભારે તારાજી સર્જાઇ છે.ત્યારે દાહોદ શહેરની સેન્ટ મેરી સ્કુલના શિક્ષકો અને બાળકોએ કેરેલાના ક્ષતિગ્રસ્ત વિસ્તારોને મદદ કરવાનું બીડુ ઉપાડ્યું છે.શાળાના બાળકો અને શિક્ષકો શહેરના રાત્રી બજારમાં લોકોને જાગૃત કરી ફાળો એકત્રિત કર્યો હતો. સ્કુલના વિદ્યાર્થીઓએ દેશ ભક્તિના ગીતો પ્રસ્તુત કરી લોકોને મંત્રમુગ્ધ કરીને ચોખા, શોલ, બ્લેન્કેટ, તથા ધનરાશી એકત્ર કરવા વિનંતી કરી હતી. શાળાના બાળકો દ્વારા 24 ઓગષ્ટ સુધી વિવિધ સ્થળે કાર્યક્રમ કરીને ફાળો એકઠો કરવામાં આવશે. શાળાને લોકો દ્વારા મળેલી સહાય ટ્રસ્ટને આપવામાં આવશે અને તે ટ્રસ્ટ સહાય પુર પીડાતો પાસે પહોંચાડશે.

રાત્રી બજારમાં દેશ ભક્તિના ગીતો ગાઇને કેરલના પુર પીડીતો માટે ફાળો એકત્ર કરતાં સેન્ટમેરી શાળાના બાળકો અને શિક્ષકો નજરે પડે છે.

અન્ય સમાચારો પણ છે...