બાઇક પર હેરાફેરી કરાતો 62 હજારનો દારૂ જપ્ત કરાયો

ખરેડી ગામે એલસીબી વોચમાં હતી ગલાલિયાવાડના યુવકની ધરપકડ

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:15 AM
Dahod - બાઇક પર હેરાફેરી કરાતો 62 હજારનો દારૂ જપ્ત કરાયો
ખરેડી ગામે અપાચે બાઇક ઉપર હેરાફેરી કરાતો 62 હજારનો દારૂનો જથ્થો એલસીબીએ ઝડપી પાડ્યો હતો. ગલાલિયાવાડ ગામના યુવકની ધરપકડ કરીને આ બનાવ અંગે તાલુકા પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

ખરેડી ગામમાં ગલાલિયાવાડ રોડ ઉપર એલસીબીએ વોચ ગોઠવી હતી.ત્યારે જીજે-20-એફ-7650 નંબરની અપાચે બાઇક લઇને આવતાં રામુ ભમરસિંગ સાંસીને રોક્યો હતો. તેની પાસેના પોટલાની તલાશી લેતાં તેમાંથી દારૂની 304 નંગ બોટલો મળી આવી હતી. 62160ના દારૂના જથ્થા સાથે 30 હજારની બાઇક જપ્ત કરી હતી.

X
Dahod - બાઇક પર હેરાફેરી કરાતો 62 હજારનો દારૂ જપ્ત કરાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App