• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Dahod
  • Dahod - દાહોદમાં હિતેન આનંદપરાનું કાવ્યપઠન અને નાટ્ય એકોક્તિનો કાર્યક્રમ યોજાયો

દાહોદમાં હિતેન આનંદપરાનું કાવ્યપઠન અને નાટ્ય એકોક્તિનો કાર્યક્રમ યોજાયો

શેઠ ગિરધરલાલ સંસ્કાર કેન્દ્ર દ્વારા પ્રસ્તુતિ થતા ઉપસ્થિત સહુ આફ્રિન

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:15 AM
Dahod - દાહોદમાં હિતેન આનંદપરાનું કાવ્યપઠન અને નાટ્ય એકોક્તિનો કાર્યક્રમ યોજાયો
દાહોદ શહેરમાં દા.અ. મ.સા.એ. સોસાયટી સંચાલિત શેઠશ્રી ગિરધરલાલ સંસ્કાર કેન્દ્ર ખાતે શનિવારે સાંજે મુંબઈના કવિ હિતેન આનંદપરાનું કાવ્ય પઠન અને બાદમાં જાણીતી ગુજરાતી ફિલ્મ ‘રેવા’ના પ્રોડ્યુસર પરેશ વોરા દ્વારા સૌમ્ય જોશી લિખિત નાટકની એકોક્તિનો કાર્યક્રમ થયો હતો. પોતાની અનેક જાણીતી રચનાઓ હિતેન આનંદપરાએ પીરસીને સહુના મન મોહી લીધા હતા.

સંસ્થાના સંવાહક સંદીપભાઈ શેઠે હિતેશભાઈનું અને પરેશ વોરાનું શેતલ કોઠારીએ સ્વાગત કર્યું હતું. કાર્યક્રમની પૂર્વભૂમિકા ગોપાલ ઉપાધ્યાયે આપી હતી. તો સંસ્કાર કેન્દ્રના સાહિત્ય વિભાગના

...અનુ. પાન. નં. 2

લક્ષ્મીની જેમ જ લાગણીઓ ગણે છે, આ માણસ બરાબર નથી. ગણે છે ને ઓછી પડે તો લડે છે, આ માણસ બરાબર નથી. જે લુચ્ચું હસે છે, જે ખંધુ હસે છે, જરા એથી ચેતીને ચાલો, કે આખો શકુનિ એમાંથી ઝરે છે, આ માણસ બરાબર નથી. ઝાડ તને મારા સોગંદ સાચું કહેજે એક પંખીની જેમ કદી ઊડવાનું થાય તને મન ? વરસોથી એક જ જગાએ ઊભા રહીને કંટાળો આવતો નથી ? તારો એક્કેય ભાઈબંધ એની પાસે તને પ્રેમથી બોલાવતો નથી ? સાવ માણસ જેવો આ સંબંધ! બધું જલદી શીખવવાના તારા આયાસ રહેવા દે, એ બાળક છે એના ખુલ્લાપણાના શ્વાસ રહેવા દે. હિતેન આનંદપરા

X
Dahod - દાહોદમાં હિતેન આનંદપરાનું કાવ્યપઠન અને નાટ્ય એકોક્તિનો કાર્યક્રમ યોજાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App