તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Dahod ઝાલોદથી પગપાળા રાજસ્થાન જવા નીકળેલી બાળકી મુનખોસલાથી મળી

ઝાલોદથી પગપાળા રાજસ્થાન જવા નીકળેલી બાળકી મુનખોસલાથી મળી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝાલોદના દાડિયા વિસ્તારની 6 વર્ષની બાળકીના માતા પિતા મોરબી મજુરી કરવા ગયા હતાં. તેઓ તેમની બાળકીને તેના દાદા દાદી સાથે મુકીને ગયા હતા. પરંતુ બાળકીને તેના દાદા દાદી સાથે રહેવાનું ના ગમતા તે તેના મામાના ઘરે રાજસ્થાનના જાલિમપુર જવા નીકળી હતી. પરંતુ ઝાલોદથી 5 કિલોમીટર સુધી ચાલતી મુનખોસલા પહોચી ગઇ હતી. મુનખોસલા ગામના જાગૃત વ્યક્તિએ એકલી બાળકી હોવાનું જણાતાં તેને પુછપરછ કરતા અજાણી બાળકી લગતા તુરંત દાહોદ 1098 પર ફોન કર્યો હતો. જેથી દાહોદ ચાઇલ્ડ લાઇન ટીમ તુરંત ઝાલોદ મુનખોસલા ગામમાં પહોચીને બાળકીનું કાઉન્સેલિંગ કરીને તેના સરનામાના આધારે શોધખોળ કરતા તેના મામાનું ઘર મળેલ તેમજ બાળકી અને દાદીનું ઓળખ કરાવેલ અને પિતાનું સરનામુ મેળવી તેને તેના ગામમાં ઘરે લઇ જઇ તેના દાદા દાદી તેમજ સરપંચ અને ગામ લોકોની રૂબરૂમાં પંચનામુ કરી પુરાવા લઇને ચાઇલ્ડ લાઇન 1098 દાહોદ ટીમ મેમ્બર દ્વારા બાળકીનું પુન: સ્થાપન કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...