• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • દાહોદમાં પતિના બેસણાના દિને જ પત્નીનું પણ અવસાન

દાહોદમાં પતિના બેસણાના દિને જ પત્નીનું પણ અવસાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદમાં દેસાઇ વાડના પુષ્ટિનગરમાં રહેતા વૃદ્ધ દંપતી પૈકી પતિના અવસાનના 3 દિવસ બાદ તેમના બેસણાના દિવસે જ પત્નીનું પણ અવસાન થતાં પરિવારમાં શોક ફેલાયો હતો.

માહિતી મુજબ 85 વર્ષીય પતિ હસમુખલાલ શેઠ અને 83 વર્ષીય કનકલતાબેન શેઠ 67 વર્ષનું તંદુરસ્ત દાંમ્પત્ય જીવન ભોગવી ચુક્યા હતા. હસમુખલાલ 15 દિવસથી જ અશક્ત હોઇ પથારીવશ હતા. જ્યારે પત્ની કનકબેન લગભગ બે વર્ષથી ઉંમરવશ શારીરિક વ્યાધિ હોઈ અશક્ત હતા. દંપતી એકમાત્ર દીકરા પરેશભાઈ અને તેમની પત્ની સાથે રહેતા હતા.15 દિવસ અગાઉ બંને એકમેકના સહારે લાકડીના ટેકે જમવા પણ રસોડા સુધી સાથે જ જતા. તેવામાં 9 જુલાઇએ સવારે હસમુખલાલનું અવસાન થયું હતું. તેમનું બેસણું તા.12ના રોજ રાખવામાં આવ્યું હતું.

દરમિયાન પતિનો વિયોગ નહીં જીરવાતા તેમના પત્ની કનકલતાબેનનું પણ ગુરુવારે બેસણાના દિવસે જ અવસાન થયું હતું. આમ પત્નીનું પણ અચાનક અવસાન થતાં સ્વજનોને પતિનું બેસણું રદ કરવાનો નિર્ણય લઇ પત્નીની અંતિમ ક્રિયામાં લાગવું પડ્યું હતું. આમ, જીવનના અંત સુધી દામ્પત્ય જીવન જળવાઈ રહેવાનો આ કિસ્સો દાહોદમાં ચર્ચાને સ્થાને રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...