દાહોદમાં રોગચાળાની બૂમો બાદ 11 વિસ્તારમાં સર્વેલન્સ

દાહોદ શહેરના અનેક વિસ્તારોમાં વિવિધ બિમારીઓ ચાલતી હોવાની પ્રજાજનોની ફરિયાદો ઉઠી હતી. તાવ આવ્યા બાદ લોકોના હાથ-પગ...

DivyaBhaskar News Network | Updated - Sep 08, 2018, 02:11 AM
Dahod - દાહોદમાં રોગચાળાની બૂમો બાદ 11 વિસ્તારમાં સર્વેલન્સ
દાહોદ શહેરના અનેક વિસ્તારોમાં વિવિધ બિમારીઓ ચાલતી હોવાની પ્રજાજનોની ફરિયાદો ઉઠી હતી. તાવ આવ્યા બાદ લોકોના હાથ-પગ જકડાઇ જતાં હોવાથી ભયની લાગણી ફેલાયેલી જોવા મળી હતી. આ મામલે સફળા જાગેલા નગર પાલિકા તંત્ર દ્વારા શુક્રવારે શહેરના જે તે વિસ્તારોમાં સત્વરે સઘન કામગીરી હાથ ધરી હતી. દાહોદના છીપાવાડ, ફડણનીસની ચાલ, બુરહાની મહોલ્લા, કડીયાવાડ, સૈફી મહોલ્લા,જુમાતખાના, પાયગા, મોચીવાડ, બરોડાવાલાની ગલી, જૂની કચેરી, ભોઈવાડ સહિતના વિસ્તારોમાં તંત્ર દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરી હતી. આ કામગીરી હેઠળ બિમારીજન્ય મચ્છરોના ઉદ્દગમસ્થાન શોધી દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. આ વિસ્તારોમાં મચ્છરજન્ય થતી વિવિધ બિમારીઓ થકી લોકોને હાથપગ તૂટવા, તાવ આવવો વગેરે તકલીફોનું પ્રમાણ વધ્યું છે ...અનુ. પાન. નં. 2

X
Dahod - દાહોદમાં રોગચાળાની બૂમો બાદ 11 વિસ્તારમાં સર્વેલન્સ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App