તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારામારીની અદાવતમાં હિંસક હુમલામાં 3 ઘાયલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગરબાડામાં મારમારીની અદાવત રાખીને ભેગા થયેલા ભીલવાના ચાર લોકોએ ભેગા મળીને કુહાડી, લાકડી અને ધારિયા વડે હુમલો કરી ત્રણ વ્યક્તિઓને ઘાયલ કર્યા હતાં.

ભીલવાના મનેસ ગણાવા, રસુલ ગણાવા, કેશુ ગણાવા અને દીતીયા ગણાવા ભેગા થઇને સવારના 10 વાગે ગરબાડાનાં સરવીન ગણાવાના ઘરે ધસી ગયા હતાં.ત્યાં જઇને તમારા કુટુંબના માણસોએ અમારા માણસોને સાંજે કેમ માર માર્યો હતો. આ મામલે બોલાચાલી થતાં સરવીનભાઇને કુહાડી તેમજ સનુ લાલુ ગણાવાને ગડદાપાટુ તેમજ લાકડી વડે માર મારીને ઘાયલ કર્યો હતો. આ સાથે જોખલાને હાથે ધારિયું ઝીંકીને જાનથી મારવાની ધમકી આપી હતી. સરવીનભાઇની ફરિયાદના આધારે ગરબાડા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...