• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Dahod
  • Dahod ફતેપુરાના યુવાનને રેલ્વે મંત્રાલયના પશ્ચિમ ઝોનમા ડીરેક્ટર બનાવાયો

ફતેપુરાના યુવાનને રેલ્વે મંત્રાલયના પશ્ચિમ ઝોનમા ડીરેક્ટર બનાવાયો

Dahod - ફતેપુરાના યુવાનને રેલ્વે મંત્રાલયના પશ્ચિમ ઝોનમા ડીરેક્ટર બનાવાયો

DivyaBhaskar News Network

Sep 08, 2018, 02:11 AM IST
ફતેપુરા. દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના વતની રીતેશભાઇ પટેલની ભારત સરકારના રેલ્વે મંત્રાલયના પશ્રિચમ ઝોનમાો ડીરેક્ટર તરીકે નિયુક્તિ કરાતા ફતેપુરામાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ભારત સરકાર દ્વારા રીતેશભાઇ પટેલની ડીરેક્ટર તરીકે નિયુક્તિ કરાતા ફતેપુરાના ગ્રામજનોએ મોઢુ મીઠુ કરાવી સાલ ઓઢાવી ફુલહાર પહેરાવી બહુમાન કર્યું હતું. રાત્રિ દરમિયાન ફતેપુરામાં આતશબાજી સાથે ખુશીમાં વિજય સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું. આ નિયુક્તિ બદલ રીતેશભાઇએ કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોરનો આભાર વ્યકત કર્યો હતો. ફતેપુરા તાલુકા ના ધારાસભ્ય રમેશભાઈ કટારા, જીલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલીયારે પણ મોઢુ મીઠું કરાવી,શાલ ઓઢાઢી શુભેચ્છા પાઠવી હતી.

સુરખેડ ફ. વર્ગ જીંજરી પ્રાથમિક શાળામાં શિક્ષકદિનની ઉજવણી

ઘોઘંબા : ઘોઘંબા તાલુકાની સુરખેડ ફ.વર્ગ જીંજરી પ્રાથમિક શાળામાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં વિધાર્થીઓ શિક્ષક બની વિવિધ વિષયો ઉપર વર્ગખંડમાં જઇ વિધાર્થીઓને ભણાવવામાં આવ્યા.તેઓએ નિષ્ઠાપૂર્વક શિક્ષકની ભૂમિકા ભજવી.ત્યારબાદ શિક્ષક બનેલ વિધાર્થીઓએ પોતાના અનુભવો તેમજ શિક્ષકદિનનો મહિમા સમજાવ્યો હતો.

ગોધરા LICના 62માં સ્થાપના દિન ે વિમા સપ્તાહનો પ્રારંભ

ધનેશ્વરના શિક્ષકને રાજયકક્ષાના મંત્રીના હસ્તે એવોર્ડ અપાયો

કાળીયારાઈ શાળાની કબડ્ડી બહેનોની ટીમ જીલ્લામાં પ્રથમ

લીમખેડા. દાહોદ જિલ્લામાં શાળાકીય અંડર-૧૯ કબડ્ડી બહેનોની સ્પર્ધા યોજાઇ હતી. જેમાં લીમખેડા તાલુકાની કાળીયારાઈ માધ્ય.શાળાની બહેનોએ કબડ્ડી સ્પર્ધામાં ભાગ લઈ જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવી રાજ્યકક્ષાએ સ્થાન પ્રાપ્ત કર્યું છે. શાળાના આચાર્ય આર.પી.પટેલ તથા મંડળના પ્રમુખ પી.બી. ગોંદીયાએ ખેલાડીઓને અભિનંદન પાઠવી ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.

ગોધરા : ગોધરા એલઆઇસીના ૬૨ માં સ્થાપના દિન નિમિત્તે વિમા સપ્તાહની પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ દરમ્યાન એલઆઇસીના તમામ કર્મચારી અને સ્ટાફ ગણ ઉપસ્થિત રહી બાઇક રેલી સ્વરૂપે પ્રારંભ કરી શાખાના અધિકારી જયેશ પરમાર દ્વારા કરવામાં આવી હતી.

ઘોઘંબા : ઘોઘંબા પ્રાથમિક શાળાના શિક્ષક પરમાર ધર્મેન્દ્રસિંહ કિરણસિંહનું શિક્ષક દિને ગોધરામાં તેમની શૈક્ષણિક પ્રવૃતિઓને ધ્યાનમાં લઇ મોડેલ સ્કુલ ધનેશ્વરમાં એસએસસીનું સો ટકા પરિણામ, સ્વચ્છતા અભિયાન એવોર્ડ, ખેલ જગતમાં ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા જેવી પ્રવૃતિઓને ધ્યાનમાં લઇ શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો રાજયકક્ષાના મંત્રીના હસ્તે એવોર્ડ અને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યુ હતુ.

ઓરી રૂબેલા રસીકરણ અંગે ડીડીઓ કાલોલની મુલાકાતે

કાલોલ : જીલ્લા વિકાસ અધિકારી એ. જે. શાહ. કાલોલ નગર પાલિકા પ્રમુખ કીરીટભાઈ પટેલ. ભારતીય જનતા પાર્ટી ના ડોક્ટર સેલ ના ડોક્ટર યોગેશ પંડયા. તથા ડોક્ટર ઈલયાસ. ડોક્ટર હનીફ. ડોક્ટર પ્રકાશ ઠક્કર ઉર્દૂ શાળા તેમજ કુમાર શાળા નો સ્ટાફ અને જીલ્લા આરોગ્ય અધિકારી ડો. જૈન હાજર રહ્યા હતા વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સમાજમાં આ રસી થી કોઈ પણ બાળક વંચિત રહી ન જાય તેવી ભાવના સાથે જીલ્લા વિકાસ અધિકારી હાજર રહ્યા હતા.

કબડ્ડી સ્પર્ધામાં દાહોદ જિલ્લો વિજેતા નિવડ્યો

ધાનપુર. ધાનપુર તાલુકાના ડુંગરપુર આદિવાસી આશ્રમશાળા અંડર-૧૯ ભાઈઓ અને અંડર ૧૭ બહેનોની કબડ્ડી ટીમ દાહોદ જિલ્લા વિજેતા બની.ગતરોજ જિલ્લા કક્ષાની શાળાકીય કબડ્ડીની સ્પર્ધા દાહોદની એમ.વાય.હાઈસ્કૂલ ના પટાંગણમાં યોજાય ગઈ. જેમાં ડુંગરપુર આદિવાસી આશ્રમ શાળાની ભાઈઓ અને બહેનોની ટીમ મેદાન મારી વિજેતા બની. વિજેતા ટીમને શાળાના આચાર્ય શિક્ષકોએ અભિનંદન પાઠવ્યા હતા.

ગોધરાની વિિવધ સ્કૂલમાં શિક્ષક દિનની ઉજવણી કરાઇ

ગોધરા : મેક્કેબ મેમોરિયલ હાઇસ્કુલ, વાવડીબુઝર્ગ- ગોધરા તેમજ મેથોડીસ્ટ ગર્લ્સ પ્રેક્ટિસિંગ સ્કુલના સંયુક્ત ઉપક્રમે બન્ને શાળામાં ૫મી સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની ૧૩૧મી જન્મજ્યંતિની યાદમાં ‘શિક્ષકદિન’ની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના મેનેજમેન્ટ વતી મેથોડીસ્ટ ગર્લ્સ પ્રે.સ્કૂલના મેનેજર, આચાર્ય સુરેશભાઇ તેમજ વિદ્યાર્થીગણ દ્વારા શાળાના તમામ શિક્ષકોનું બહુમાન કરવામાં આવ્યું હતું.

નવજીવન સાયન્સ કોલેજ દાહોદમાં સ્વશાશન દિનની ઉજવણી

સગનપુરા વિદ્યામંદિરમા શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી

વેજલપુરના દહેરાસરમાં ભગવાનને બાદલાની આંગીના દર્શન

હાલ જૈન સમાજમાં પર્વાધિરાજ પર્યુષણનું ચાલી રહ્યુ છે. પર્યુષણના પવિત્ર દિવસોમાં કેટલાક જૈનો નાના બાળકો,મોટેરાઓ તથા કેટલાક ઉંમર લાયક વ્યક્તિઓ આઠ દિવસના સળંગ ઉપવાસ કરતા હોય છે.જેને અઠ્ઠાઇ કહે છે. પર્યુષણના પર્વની ઉજવણીને અનુલક્ષીને વેજલપુરના આદીનાથ જૈન દહેરાસરજીમાં ભગવાનને બાદલાની આંગી ચઢાવવામાં આવી હતી.

દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન સાયન્સ કોલેજ દાહોદમાં તા.7 સપ્ટેમ્બરના રોજ વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષક દિન નિમિત્તે સ્વશાસન ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઇને શિક્ષક તરીકેની જવાબદારીનું વહન કર્યુ હતું.

કાલોલ -કાલોલ તાલુકાના સગનપુરા ગામમાં આવેલ કેળવણી મંડળ સગનપુરા સંચાલિત કરૂણેશ વિદ્યામંદિર મા શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી જેમાં એક દિન માટે વિદ્યાર્થીઓએ શિક્ષક બની શિક્ષકનું કાર્ય પૂર્ણ કર્યું.તેમાં પ્રથમ 3 નંબર આવતા વિદ્યાર્થીઓને શાળાના મદદનીશ શિક્ષક વિરેન્દ્રસિંહ વી ઠાકોરે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ વિતરણ કર્યુ હતુ.

X
Dahod - ફતેપુરાના યુવાનને રેલ્વે મંત્રાલયના પશ્ચિમ ઝોનમા ડીરેક્ટર બનાવાયો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી