ગટરની ચેમ્બરમાં કચરો અટવાતાં રસ્તા જળબંબાકાર

દાહોદમાં વગર વાદળે વરસાદની પરિસ્થિતિ ગટરનું ગંદંુ પાણી જાહેર રસ્તે રેલાતાં રોષ

DivyaBhaskar News Network | Updated - Sep 08, 2018, 02:11 AM
Dahod - ગટરની ચેમ્બરમાં કચરો અટવાતાં રસ્તા જળબંબાકાર
દાહોદના હાર્દ સમા સ્ટેશન રોડ ઉપર શુક્રવારે બપોરે દર્પણ રોડની બહારના ભાગે આવેલ ગટરની ચેમ્બરમાં કચરો ભરાઈ જતા ગંદુ પાણી ઉભરાઈને ભાર રસ્તે રેલાતા લોકોને ખૂબ જ હાલાકી પડી હતી. શહેરના દર્પણ રોડની બહાર આવેલ ગટરની ચેમ્બર કચરાના કારણે જામ થઇ જતા તેમાંનું ગંધાતું પાણી સ્વામી વિવેકાનંદ સર્કલ નજીકથી વહેતું થઇ છેક રતલામી સેવ સુધી આવતા બિન બાદલ બરસાતની પરિસ્થિતિ સર્જાવા પામી હતી.

અહીંથી પસાર થતા વાહનોના કારણે પાણી આસપાસ ઉડતા લોકોને જુગુપ્સા જન્મી હતી. એકતરફ શહેરમાં હાલમાં દર્દીઓની સંખ્યામાં વૃદ્ધિ થઈ રહી છે ત્યારે શહેરમાં ગંદકીના ઢગ અને ગટરમાંથી બહાર રેલાતા આવી ગંદકીથી વિવિધ બીમારીઓ લાગી શકે તેવી સંભાવનાઓ રહેલી છે.

X
Dahod - ગટરની ચેમ્બરમાં કચરો અટવાતાં રસ્તા જળબંબાકાર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App