• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Dahod
  • Dahod - પરથમપુર ગામેથી બંધ ઘરમાંથી પોલીસને 1.34 લાખનો દારૂ મળ્યો

પરથમપુર ગામેથી બંધ ઘરમાંથી પોલીસને 1.34 લાખનો દારૂ મળ્યો

પોલીસને જોઇને પરિવાર ફરાર

DivyaBhaskar News Network | Updated - Sep 08, 2018, 02:11 AM
Dahod - પરથમપુર ગામેથી બંધ ઘરમાંથી પોલીસને 1.34 લાખનો દારૂ મળ્યો
ઝાલોદ તાલુકાના પરથમપુર ગામે પોલીસે બાતમીના આધારે છાપો મારીને એક બંધ ઘરમાંથી 1.34 લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ મામલે બૂટલેગર સામે ગુનો દાખલ કરીને તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

દાહોદ જિલ્લા એસ.પી હિતેશ જોયસરને મળેલી બાતમીના આધારે ડીવાયએસપી એ.બી ડામોરના માર્ગદર્શનમાં લીમડી પોલીસ મથકના પીએસઆઇ પી.એમ જુડાલ સહિતના સ્ટાફે ગુરુવારની બપોરે પરથમપુર ગામે છાપો માર્યો હતો. પોલીસને જોઇને સકજીભાઇ હિરજીભાઇ મુનિયા સહિતના પરિવારના સભ્યો ઘરને સ્ટોપર મારીને ફરાર થઇ ગયા હતાં. ઘરમાં વિદેશી દારૂ સંગ્રહી રાખ્યો હોવાની ચોક્કસ બાતમી હોવાથી પંચોની હાજરીમાં સ્ટોપર ખોલીને પોલીસે અંદર પ્રવેશ કર્યો હતો. 1,34,400નો દારૂનો જથ્થો જપ્ત કરીને લીમડી પોલીસે સકજી સામે ગુનો દાખલ કર્યો હતો.

X
Dahod - પરથમપુર ગામેથી બંધ ઘરમાંથી પોલીસને 1.34 લાખનો દારૂ મળ્યો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App