• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Dahod
  • Dahod - ખંગેલામાં કાર પંક્ચર કરીને 7 જ મીનીટમાં પરિવાર પાસેથી 3.81 લાખની લુંટ ચલાવી

ખંગેલામાં કાર પંક્ચર કરીને 7 જ મીનીટમાં પરિવાર પાસેથી 3.81 લાખની લુંટ ચલાવી

હૃદયની તકલીફ હોવાથી કારમાં અમદાવાદ દવાખાને જઇ રહ્યા હતા ઝપાઝપી કરીને બળજબરીથી દાગીના ઉતરાવ્યાં : કપડાની...

DivyaBhaskar News Network | Updated - Sep 08, 2018, 02:11 AM
Dahod - ખંગેલામાં કાર પંક્ચર કરીને 7 જ મીનીટમાં પરિવાર પાસેથી 3.81 લાખની લુંટ ચલાવી
દાહોદ- ઇન્દૌર હાઇવે ઉપર ખંગેલા ગામે રાતના સમયે લુટારુઓએ રસ્તા વચ્ચે અણિયાળા પથ્થરો મુકીને કારને પંક્ચર કરી હતી. કાર રોકાતાં સાતથી આઠ લુટારુઓએ કારમાં સવાર મધ્ય પ્રદેશના પરિવાર સાથે મારમારી કરીને માત્ર સાત જ મીનીટમાં લુટારુ ટોળકી દાગીના સહિત 3.81 લાખ રૂપિયાના મુદ્દામાલની લુંટ કરીને ફરાર થઇ જતાં ખળભળાટ મચી ગયો હતો. આ ઘટના અંગે કતવારા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે.

મધ્ય પ્રદેશના ધાર શહેરમાં ધામરડી ટેન્ટ હાઉસ સામે રહેતાં નીલેશ સુરેશચંદ્ર જૈનને હૃદયની તકલીફ હોવાથી તેઓ સ્વીફ્ટ ડીઝાયર કાર લઇને પત્ની, પૂત્ર, ભત્રીજાને સાથે લઇને અમદાવાદ દવાખાને બતાવવા જઇ રહ્યા હતાં. દાહોદ-ઇન્દૌર હાઇવે ઉપર ખંગેલા ગામે રાતના 8.30 વાગ્યાના અરસામાં લુટારુઓએ રસ્તા વચ્ચે ગોઠવેલા અણિયાળા પથ્થરો ઉપર કાર ચઢી જતાં પંક્ચર થઇ ગઇ હતી. જેથી રોકાતાં તકનો લાભ લઇને સાતથી આઠ લુટારુઓએ કારને ઘેરી લીધી હતી. પરિવારને નીચે ઉતારીને લાકડીઓ બતાવીને ધાક-ધમકી આપીને ઝપાઝપી કરી હતી. માત્ર સાત જ મીનીટના સમયમાં દાગીના ઉતરાવવા સાથે કપડાની બેગો અને બે મોબાઇલની લુંટ કરીને લુટારુઓ નાસી છુટ્યા હતાં. શોધખોળ છતાં લુટારુઓનો કોઇ જ પત્તો મળ્યો ન હતો.3,81,700 રૂપિયાના મુદ્દામાલની લુટ મામલે નીલેશ સુરેશચંદ્ર જૈને ફરિયાદ નોંધાવી હતી. ધાડ સબંધિ ગુનો નોંધીને પીએસઆઇ એસ.બી ઝાલાએ તપાસ હાથ ધરી છે.

X
Dahod - ખંગેલામાં કાર પંક્ચર કરીને 7 જ મીનીટમાં પરિવાર પાસેથી 3.81 લાખની લુંટ ચલાવી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App