તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • દાહોદમાં ક્મ્પલેઇનના ફોન નહીં ઉપાડતાં MGVCL કચેરીએ હોબાળો

દાહોદમાં ક્મ્પલેઇનના ફોન નહીં ઉપાડતાં MGVCL કચેરીએ હોબાળો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ ખાતે ચોમાસું આરંભતા જ વીજળીના ધાંધીયા શરૂ થઇ ગયા છે. દરરોજ કોઈને કોઈ કારણોસર કલાકો લગી વીજ સપ્લાય બંધ થતો થઇ જતા દાહોદ ખાતે છૂપો રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને દાહોદના રાબડાલ ફીડર અંતર્ગત આવતા સ્ટેશન રોડ, ગોધરા રોડ, દેસાઈવાડના વિવિધ વિસ્તારોમાં આ સમસ્યા પ્રમાણમાં વધુ નોંધાઈ છે. વરસાદ પડતા જ જે તે કારણ આગળ ધરી આ ફીડરનો સપ્લાય જ કેમ બંધ કરી દેવામાં આવે છે.. વળી, સપ્લાય બંધ કરી દેવાય તેની સાથે જ કચેરીએ ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા પ્રજાની ફરિયાદો સાંભળવાનું પણ આપોઆપ જ બંધ થઇ જવા પામે છે. સોમવારે રાતના 9.30 કલાકે વરસાદ ચાલુ હતો તે સમયે ફરિયાદ માટેના નંબરનો સતત એન્ગેજ ટોન આવતા અથવા રીંગ જાય તો પણ કોઈ જ રિસ્પોન્સ નહીં મળતા વિવિધ વિસ્તારમાંથી લોકોના ટોળા રૂબરૂમાં ફરિયાદ કરવા પડાવ માર્કેટ પાસે આવેલ MGVCL ની મુખ્ય કચેરીએ ઉમટી પડ્યા હતા. વીજળીના આગમનની પૃચ્છા માટે સતત રીંગ વાગતી હોવા છતાં બેધ્યાન રહી બિન્ધાસ્ત ગુટખા ઘસતા કે માત્ર તડાકા મારતા કર્મચારીઓને જોઈ લોકોનો આક્રોશ સ્વાભાવિક રીતે વધ્યો હતો. બાદમાં લોકોના ટોળા પૈકી ‘લાઈટ કેટલા

...અનુ. પાન નં. 2

વારેવારે ગુલ થતી વીજળીનો એકમાત્ર ઈલાજ અન્ડરગ્રાઉન્ડ લાઈન છે
દાહોદ ખાતે જે તે ટ્રાન્સફોર્મર સુધી આવતી લાઈન 11 કિલોવોટની હોય છે ત્યારબાદ તે ટ્રાન્સફોર્મર દ્વારા તેને 440 વોલ્ટમાં પરિવર્તિત કરીને દાહોદવાસીઓના ઘર સુધી પહોંચાડવામાં આવે છે. આ 11 કે.વી. ની લાઈન ખુબ જ સેન્સેટિવ હોઈ તેની સાથે એક ઝાડ પણ અથડાય, કોઈ પક્ષી બેસે કે અર્થિંગ થાય તો તેના કારણે બે છેડા ભેગા થવાથી શોર્ટ સર્કિટ થઇ તૈયારીમાં સબ સ્ટેશન ઉપર ટ્રીપ થઈ જાય અને પછી જ્યાં સુધી તેનો ફોલ્ટ મળે ત્યાં સુધી આ ડિસ્કનેક્ટ થયેલ લાઈન ચાલુ નથી થઈ શકતી. વળી વધારામાં આ ખુલ્લી લાઈનો લોકોના ઘર અને ઓફિસની બહારથી જતી હોય ઘણી વખત જોખમ ઉભું કરે છે. દાહોદ ખાતે જો અંડરગ્રાઉન્ડ લાઈન થઈ જાય તો આ સમસ્યાનો કાયમી ધોરણે નિકાલ થઇ શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...