દાહોદમાં શ્રીજીની સવારીઓનું ધામધૂમ સાથે આગમન શરૂ

Dahod - દાહોદમાં શ્રીજીની સવારીઓનું ધામધૂમ સાથે આગમન શરૂ

DivyaBhaskar News Network

Sep 10, 2018, 02:06 AM IST
ભાદરવા સુદ: 4 અર્થાત તા.13 સપ્ટેમ્બરથી ગણેશોત્સવનો પ્રારંભ થનાર છે ત્યારે દાહોદમાં શ્રીજીની સવારીઓનું આગમન શરૂ થઈ જતા લોકોનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો છે. દાહોદમાં આશરે 40 થી 50 જેટલા નાનામોટા ગણેશ મંડળો છે. ત્યારે તે પ્રત્યેક પંડાલોમાં જે તે વિસ્તારના અન્ય લોકોની નાની પ્રતિમાઓનું પણ સ્થાપન થતું હોય છે. તો શહેરમાં દરેક વિસ્તારમાં બાળ મંડળીઓ દ્વારા કે જે તે ઘરોમાં પણ ગણેશજીની સ્થાપના થતી હોઈ દાહોદમાં જ સરેરાશ આશરે 1000 થી વધુ પ્રતિમાઓ સ્થપાય છે. ગણેશચતુર્થીનો દિવસ જેમ જેમ નજીક આવે છે તેમ તેમ દરરોજ જે તે મંડળીઓના ગણેશજીની

... અનુ. પાન. નં. 2

મુખ્ય આકર્ષણ કયા વિસ્તારમાં છે

દાહોદમાં સ્ટેશન રોડ સ્થિત ચાર થાંભલા, પારસી કોલોની, રેલ્વે સ્ટેશન રોડ, શ્રી વલ્લભ ચોક, રાવળીયાવાડ, સોનીવાડ, ગૌશાળા, ભીલવાડા- સાંસીવાડ, ગોવિંદનગર મિત્ર મંડળ, ધોબીવાડ, ભોલે ભંડારા પરિવાર-ગોધરારોડ, ગોદીરોડ, યાદવ ચાલ, દરજી સોસાયટી, એમ.જી.રોડ, હનુમાન બજાર, પડાવ સહિતના અનેક વિસ્તારોમાં જે તે ગણેશ મંડળોની ઝાંખીનું લોક આકર્ષણ છે.

X
Dahod - દાહોદમાં શ્રીજીની સવારીઓનું ધામધૂમ સાથે આગમન શરૂ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી