Home » Madhya Gujarat » Latest News » Dahod » Dahod - દાહોદ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ધો.3થી અંગ્રેજી અને ધો.4થી હિન્દી વિષય ભણાવાશે

દાહોદ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ધો.3થી અંગ્રેજી અને ધો.4થી હિન્દી વિષય ભણાવાશે

Divyabhaskar.com | Updated - Sep 10, 2018, 02:06 AM

બીજા સત્રથી બંને વિષયનું જ્ઞાન પીરસવાનો નિર્ણય : ધો.1થી 4માં ગુજરાતી, પર્યાવરણ, ગણિત જ ભણાવાતું હતું

  • Dahod - દાહોદ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ધો.3થી અંગ્રેજી અને ધો.4થી હિન્દી વિષય ભણાવાશે
    ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓનું અંગ્રેજી ભાષા પરના પ્રભુત્વ વધે અને તેઓ વિવિધ ક્ષેત્રે પાછળ ન રહી જાય છે તે માટે સરકાર દ્વારા અન્ય વિષય સાથે હવે અંગ્રેજી વિષયને ભણાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે અંતર્ગત દાહોદ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને અનૌપચારિક રીતે ધો. 3થી જ અંગ્રેજી તેમજ ધો.4થી હિન્દી વિષય ભણાવવાનો આદેશ કરાયો છે. આ અભ્યાસ દિવાળી બાદ બીજા સત્રથી શરૂ કરવામાં આવશે. તેના કારણે જિલ્લામાં ધો.3 અને 4માં ભણતાં 1 લાખ છાત્રોને પાયાથી જ આ વિષયોનું જ્ઞાન મળતું થશે.

    દાહોદ જિલ્લામાં 1650 પ્રાથમિક શાળાઓ આવેલી છે. આ શાળાઓમાં 3,50,000 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 5 થી અંગ્રેજી વિષયનો અભ્યાસક્રમ શરૂ થતો હતો. ધોરણ 1 થી 4 સુધી ગુજરાતી, પર્યાવરણ અને ગણિત વિષય જ ભણાવવામાં આવતો હતો. ત્યારે હવે જિલ્લામાં ધોરણ 3થી જ અંગ્રેજી વિષય ભણાવવાનો શિક્ષણ નિયામક દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને

    ... અનુ. પાન. નં. 2

    બીજા સત્રથી અમલ કરાશે

    બીજા સત્રથી ધો.3માં અંગ્રેજી અને ધો.4માં હિન્દી વિષય ભણાવવામાં આવશે. બાળકોને પાયાથી જ અંગ્રેજી અને હિન્દીનું જ્ઞાન મળી રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રારંભે બાળકોને બારાખડી સહિતની વસ્તુઓ શીખવાડવામાં આવશે. એન.જી વ્યાસ,પ્રા.શિક્ષણાધિકારી, દાહોદ

    સપ્તાહમાં 40 મિનિટનો તાસ લેવાશે

    જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં એક સપ્તાહમાં 40મીનીટ અંગ્રેજીનો તાસ લેવામાં આવશે. જેથી 22 સપ્તાહમાં અંગ્રેજી વિષય માટે 880 કલાકનો સમય ફાળવવામાં આવશે. બારાખડી શીખવાડવા સાથે અભિનયગીત દ્વારા પણ અંગ્રેજીનું શિક્ષણ ધો. 3ના છાત્રોને આપવામાં આવશે.

    કેળવણી નિરીક્ષકો, બીઆરસી, સીઆરસી મોનિટરીંગ કરશે

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ