• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Dahod
  • Dahod - વડતાલધામમાં સમૂહ મહાપૂજા: પ્રથમ વખત 1111 યજમાનોએ સમુહ પુજા કરી

વડતાલધામમાં સમૂહ મહાપૂજા: પ્રથમ વખત 1111 યજમાનોએ સમુહ પુજા કરી

વડોદરા. વડતાલના ઈતિહાસની પ્રથમ ઘટના બની 1111 યજમાનોએ પૂજા કરી, સ્વામિનારાયણ સંપ્રદાયમાં મહાપૂજાનો મોટો મહિમા છે....

DivyaBhaskar News Network | Updated - Sep 10, 2018, 02:06 AM
Dahod - વડતાલધામમાં સમૂહ મહાપૂજા: પ્રથમ વખત 1111 યજમાનોએ સમુહ પુજા કરી
વડોદરા. વડતાલના ઈતિહાસની પ્રથમ ઘટના બની 1111 યજમાનોએ પૂજા કરી, સ્વામિનારાયણ સંપ્રદાયમાં મહાપૂજાનો મોટો મહિમા છે. સ્વામિનારાયણ ભગવાને પણ મહાપૂજા માટે આજ્ઞા કરી છે. એમ ડો સંત સ્વામીએ જણાવ્યું હતું. શ્રીજી મહારાજને રાજી કરવા તેમજ માંગલિક પ્રસંગોને નિર્વિઘ્ને પાર પાડવા માટે તેમજ આધિ વ્યાધિ અને ઉપાધિના નિવારણ કાજે મહાપૂજાના આવા આયોજનો થાય છે સમૂહ મહાપૂજાનું પ્રથમ આયોજન થયું છે. આ વિધિ મંદિરના પુરોહિત ધીરેનભાઇ ભટ્ટે શાસ્ત્રોક્ત રીતે પૂજાવિધિ કરાવી હતી. આ પ્રસંગે તુલસીદલ દ્વારા રોજ 8 કલાક પુજન કરનારા ૧૧ ભૂદેવોનું મુખ્યકોઠારી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામી, નૌતમપ્રકાશદાસજી સ્વામી , ઘનશ્યામ સ્વામી (સારંગપુરવાળ) ગોવિંદસ્વામી મેતપુરવાળા વગેરે સંતો અને ઘનશ્યામભાઈ ખાંધલીવાળા, સંજયભાઈ ટ્રસ્ટી વગેરે દાતાઓના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

શ્રાવણ માસમાં સહાયક કોઠારી ડૉ.સંત સ્વામીએ તુલસીપત્ર અર્પણવિધિ સાથે સમૂહ મહાપૂજાનું સુંદર આયોજન કરી દેવ તથા સત્સંગીઓનો રાજીપો પ્રાપ્ત કર્યો છે. નૌતમ સ્વામીએ મહાપૂજાનો મહિમા વિસ્તૃત રીતે સમજાવ્યો હતો. જ્યારે કોઠારી પૂજ્ય ઘનશ્યામ સ્વામીએ વડતાલનો મહિમા વર્ણવ્યો હતો અને હીંડોળા ઉત્સવમાં સેવા આપનારા ૪૦ ગામના ૮૦૦ જેટલા સ્વયંસેવકોની સેવાને બિરદાવી શુભાષિશ આપ્યા હતાં. આ સમગ્ર સેવામય આયોજન શ્યામવલ્લભ સ્વામી દ્વારા કર્યું હતું એમ વડતાલ મંદિર દ્વારા જાણવા મળ્યું છે.

સીંગવડ તાલુકા તલાટી કમ મંત્રી મંડળના હોદ્દેદારોની વરણી કરવામાં આવી

સીંગવડ તાલુકામાં આજે તલાટી કમ મંત્રી મંડળના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં સીંગવડ તાલુકામાં પ્રમુખ પદે એમ.પી.બારીયાની નિમણૂક કરવામાં આવી હતી. તો ત.ક.મંત્રી મંડળનાં ઉપપ્રમુખ પદે એફ.પી.પટેલ જ્યારે મંત્રી પદે કુસુમબેન અને સહમંત્રીમાં બી.વી.ઠાકોરની વરણી કરવામાં આવી છે.

દાહોદમાં ક્રાંતિકારી સંત મુની તરુણ સાગરજીની શ્રદ્ધાંજલિ સભા યોજાઈ

દાહોદમાં સર્વ ધર્મ કર્મ સમાદર સમિતિ તથા સમસ્ત જૈન સમાજના સંયુક્ત ઉપક્રમે રવિવારે તા.9 સપ્ટેમ્બરે ક્રાંતિકારી સંત મુની તરુણ સાગરજીની શ્રદ્ધાંજલિ સભા યોજાઈ હતી.કડવે પ્રવચનથી જાણીતા ક્રાંતિકારી રાષ્ટ્ર સંત તરીકે ઓળખાતા જૈન મુની તરુણ સાગરજીની જીવન અંગેની ડોક્યુમેન્ટરીથી આ શ્રદ્ધાંજલિ સભાનો આરંભ થયો હતો. જેમાં તેઓની ભૂતકાળમાં થયેલી દાહોદની બે મુલાકાતોની મધુર સ્મૃતિઓના સંભારણા પણ વાગોળ્યા હતા.

ઝાલોદ નગરમાં જય દશામાં વિદ્યા મંદિર ખાતે સાક્ષરતા દિવસની ભવ્ય ઉજવણી કરાઇ

ઝાલોદ નગરમાં શનિવારના દિવસે સાક્ષરતા દિવસ નિમિત્તે જય દશામાં વિદ્યા મંદિર શાળા ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શાળામાં અભ્યાસ કરતાં બાળકોના માતા-પિતાને આ પ્રસંગે શાળામાં એકઠા કરીને શિક્ષણ પ્રણાલી વિશે સમજ આપવામાં આવી હતી.સાક્ષરતા દિવસના કાર્યક્રમમાં મોટી માત્રમાં વાલીઓ ,નગરમાં આગેવાનો અને શિક્ષણ સાથે સંકળાયેલા અગ્રણીઓ હાજર રહ્યાં હતાં.

નાદસ્પંદન સંગીત અકાદમીનો વિધિવત શુભારંભ

દાહોદમાં સંગીત ચાહકો માટે નગરપાલિકા દ્વારા ‘નાદ સ્પંદન મ્યુઝીક અકાદમી’ સ્થપાયા બાદ સોમવારે તેનો વિધિવત શુભારંભ થનાર છે. સંસ્થાના અગ્રણી સંગીતજ્ઞ ડો કપિલદેવ ત્રિવેદીએ જણાવ્યું હતું કે આ સંગીત અકાદમીમાં શાસ્ત્રીય તેમજ સુગમ ગાયન સહિત સિતાર, ગીટાર, તબલા, વાયોલીન, વાંસળી, ઓર્ગન હાર્મોનિયમ સહિતના વાદ્યો જે તે નિષ્ણાતો દ્વારા શીખવવામાં આવનાર છે. તો તેને લગતી પરીક્ષાઓ અપાવી સરકાર માન્ય પ્રમાણપત્રો પણ એનાયત કરવામાં આવશે.

ગોધરામાં સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન શિબિર યોજાઇ

ગોધરા સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા સદગુરુ બાબા ગુરૂબચનસિંહજી મહારાજે માનવતા માટે આપેલા બલિદાનની યાદમાં રવિવારે રક્ત દાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.ધર્મપાલ મોટવાણીએ શિબીરનું ઉદ્ઘાટન કર્યું. જેમાં પંચમહાલ જિલ્લાના એસ.પી. લીના પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ સંસ્થાના અગ્રણીઓ જેમા સિંધી સમાજ, મુસ્લિમ સમાજ, વોહરા સમાજ અને ડોક્ટર્સ પણ ઉપસ્થિત હતા શિબિરમાં 180 થી વધુ યુનિટ રક્તદાન કરવામાં આવ્યું હતું.અંતમાં બ્રાન્ચ ના સંયોજક વિદ્યાબેને જણાવ્યું કે બાબા હરદેવસિંહ મહારાજ ના આદેશ અનુસાર અમારું મિશન એ માનવ કલ્યાણ નું મિશન છે.

નાતરખંડાના સિદ્ધનાથ મહાદેવે 1000 કમળ અને 1008 બીલીપત્ર ચઢાવાયા

લુણાવાડામાં હાટકેશ્વર મંદિર પરિસરમાં ગત રાત્રિએ આખ્યાન કથાની રસલહાણ

નાતરખંડા ગામે આવેલ શ્રી સિદ્ધનાથ મહાદેવ ખાતે પવિત્ર શ્રાવણ માસ ના છેલ્લા દિવસે 1000 કમલ પુષ્પ તથા 1008 બીલી પત્ર ચઢાવ્યા હતા સાથે લઘુરુદ્રમાં મુખ્ય યજમાન તરીકે પૂ.નારાયણ બાપુ ના પૌત્ર લાલાભાઈ રાજગોર અને તેમની ધર્મ પત્ની પૂજા માં બેઠા હતા.

બાલાસિનોર કોલેજમાં શિક્ષક દિનની ઉજવણી કરાઇ

બાલાસિનોર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી હતી. કોલેજમાં ઉજવણીમાં મોટી સંખ્યામાં વીધાર્થીઓ એ ભાગ લીધો હતો.આચાર્ય ડી.પી.માછી અને સ્ટ્રાફે વિધાર્થીઓને પ્રોસાહન આપ્યું હતું.

સ્ટેટ કરાટે ચેમ્પીયનશિપમાં ગૌરવ મેળવ્યું

મોરવા હડફ: તાજેતરમા વડોદરા આયોજિત 6th WKFT State Karate Championship WADOKATE DO FOUNDATION માં ડામોર ગિતેશકુમારે ખૂબ જ પ્રભાવશાળી પ્રદર્શન કરી ,ભંડોઈ નવિ વસાહત ગામનું અને મહિસાગર જિલ્લાની Crystal since school તથા ટ્રસ્ટીશ્રી તથા આચાર્યશ્રી અને શાળા પરિવાર સાથે ભંડોઈના ડામોર ગિતેશકુમાર ના માતા-પિતા તથા પરિવાર નું નામ રોશન કરેલ છે. આગામી ટુંક સમયમાં જ નેશનલ કક્ષાની કરાટે ચેમ્પિયન સ્પધૉ માં- શ્રીલંકા જવાની તૈયારી કરતા શ્રી ગિતેશકુમાર ની પ્રતિભા જોઈને માતા -પિતા તથા પરિવાર Crystal since school તથા તેના આયોજકોનો આભાર માનીએ છીએ.

પવિત્ર શ્રાવણમાસમાં સુપ્રસિદ્ધ માણભટ્ટ અને આખ્યાનકાર શ્રી ધાર્મિકલાલ પંડ્યાએ લુણાવાડા નગરમાં હાટકેશ્વર મંદિર પરિસરમાં ગત રાત્રિએ આખ્યાન કથાની રસલહાણ કરી હતી. શ્રોતાજનોને માણના અદભૂત તાલે ડોલાવ્યા હતા. ભક્તિ સંગીતનું ભરપૂર ભાથું પીરસવામાં આવ્યું હતું.

લીમખેડા તાલુકા પંચાયતમાં કારોબારી તથા ન્યાય સમિતિના અધ્યક્ષની વરણી

લીમખેડા તા. પં.ના સભાખંડમાં ટીડીઓ એસ.કે.મનાતની અધ્યક્ષતામાં ખાસ સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં કારોબારી અધ્યક્ષ તથા ન્યાય સમિતિના અધ્યક્ષની વરણી માટે ચૂંટણી યોજાઇ હતી. લીમખેડા તા. પ.ના કારોબારી અધ્યક્ષ તરીકે પ્રેમીલાબેન પટેલ તથા સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ તરીકે સનાભાઇ ડામોરની બિનહરીફ વરણી કરી હતી. તા.પં.ના પ્રમુખ લતાબેન ભાભોર, ઉપપ્રમુખ સરતનભાઈ ડામોર, જિ.પં. સદસ્ય હિંમતસિંહ ચૌહાણ સહિતના હોદ્દેદારોએ બિન હરીફ ચૂંટાયેલાનું ફુલહારથી સ્વાગત કરી શુભેચ્છા પાઠવી હતી.

ઝાયડ્સ હોસ્પિટલમાં દૂધ-બિસ્કીટનું વિતરણ

દાહોદ. જન્માષ્ટમીના શુભ તહેવાર નિમિત્તે દાહોદ યુનીટી ફાઉન્ડેશન દ્વારા દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે રામ રોટી મિત્ર મંડળના સહયોગથી દર્દીઓને દુધ અને બિસ્કીટનુ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે જુઝરભાઈ બોરીવાલા પ્રમુખ લાયન્સ કલબ ઓફ દાહોદ સીટી પધારી મિત્રોનો ઉત્સાહ વધાર્યો હતો.

સુરક્ષા સેતુ અંતર્ગત કિટ વિતરણ કરાઇ

પંચમહાલ જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સ્ટુડન્ટ પોલીસ કેડેટ રતનપુર(કાં) અને કાંકણપુર સંયુક્ત ઉપક્રમે તા-૮-૯-૨૦૧૮ ના રોજ બુટ વિતરણ કાર્યક્રમ અને સ્ટુડન્ટ પોલીસ કેડેટની મુલાકાત લીધી હતી.

મોટા નટવાગામે લોકડાયરાના આયોજન કરાયું

ફતેપુરા તાલુકા ના મોટા નટવા ગામે ગુરુગોવિદ ની પ્રથમ ધૂણી, મંદિર પરિસર ખાતેમાં જન્માષ્ટમીની ઉજવણીના ભાગરૂપે લોક ડાયરાનુ આયોજન કરવામાં આવ્યું હતું.

દેવગઢ બારીયાના પાતાળેશ્વર મંદિરે ભંડારો

દેવગઢ બારિયા નગર ખાતે શ્રાવણ મહિનાની ભરતી ભક્તિ અને આરાધના ખૂબ ધામધૂમથી થાય છે. જેમાં શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે ભંડારો પણ રાખવામાં આવ્યો હતો. જેમાં માનવ મહેરામણનો મેળો થયો હતો અને ભાવિ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.

માંડલી પે. સેન્ટરના શિક્ષકનો સન્માન કાર્યક્રમ

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં માંડલી પે.સેન્ટરના રમેશભાઇ નાથાભાઇ સોલંકીની શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી હતી. ત્યારે તા.8મીને શુક્રવારના રોજ તાલુકા કક્ષાનો સર્વ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામેલા રમેશભાઇને ધારાસભ્ય રમેશભાઇ કટારા, સરપંચ જશુભાઇ બામણીયા, મામલતદાર વી.જી.રાઠોડ, ટી.ડી.ઓ. જે ભરવાડ, શાળાના આચાર્ય અને જીલ્લા પંચાયતના સિંચાઇના ચેરમેન કમળાબેન ગ્રામજનો આગેવાનોની ઉપસ્થિતિમાં શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.

રત્નેશ્વર મહાદેવ મંદીરે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન

સીંગવડ. રણધીકપુર સ્થિત રતનેશ્વર મહાદેવ કબુતરી નદીના કિનારે બિરાજમાન છે. મહાભારત કાળ સાથે સંકળાયેલ ભગવાન રતનેશ્વર મહાદેવ નજીક ભીમ શીલા પણ આવેલી છે. જ્યારે કબુતરી નદીના નયનરમ્ય કિનારે વસેલા રત્નેશ્વર મહાદેવનું વર્ષો જુનું મંદિરને નવિનિર્મિત બનાવી ભગવાન રતનેશ્વર મહાદેવ સહીત પાર્વતી માતાજી, નંદી, સહીત તેમના પુરા પરિવારની પુન: સ્થાપના શાસ્ત્રોક્ત વિધી દ્વારા પરિપૂર્ણ કરવામાં આવી.

ગરબાડા કન્યા શાળામાં મટકી ફોડ કાર્યક્રમ યોજાયો

ગરબાડાની કન્યા શાળામાં શનિવારના રોજ જન્માષ્ટમી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેને લઇને શાળાનો સ્ટાફ સહિત બાળાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

ફતેપુરાની ડુંગર મુખ્ય શાળામાં શિક્ષક દિનની ઉજવણી

ફતેપુરા. ડુંગર મુખ્ય પ્રાથમિક શાળામાં અખંડ આદિવાસી સમાજ સેવા અને વિકાસ ટ્રસ્ટ દ્વારા ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓને જરૂરી શૈક્ષણિક કીટ વિતરણ કરાઇ હતી.

તેજસ વિદ્યાલયમાં શિક્ષક દિનની ઉજવણી

પીપલોદની તેજસ વિદ્યાલયમાં શિક્ષક દિનની ઉજવણી થઈ હતી. જેમાં બાળકોએ શિક્ષક બની દરેક ક્લાસમાં એક તાસ લીધો હતો અને શિક્ષકની ભૂમિકા ભજવી હતી.

શિક્ષકના પરિવારને બે લાખનો ચેક અર્પણ

શ્રી જય માં ભમરેચી માધ્યમિક વિદ્યાલય,મુ.માતાના પાલ્લા મુકામે ફરજ બજાવતા આચાર્ય સાલમસિંહ હીરાભાઈ બારીયાનું આકસ્મિક સંજોગોમાં અવસાન થતા 200000/ લાખનો ચેક તા.6 ના રોજ સ્વ.સાલમસિંહ બારીયાના ધર્મ પત્ની તારા બહેન બારીયાને અર્પણ કર્યો હતો.

લીમડીમાં શિવજીની ભવ્ય શોભાયાત્રા નિકળી

શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે અમાવસ્યાનું અનેરુ મહત્વ રહેલુ છે ત્યારે આજે લીમડીના મોટા મહાદેવ તરીકે પ્રસિધ્ધ એવા કુબેરેશ્વર મહાદેવ મંદીરે વહેલી સવારથી જ લાંબી લાઇનો લાગી હતી . લીમડીના મહાદેવ મંદીરે પાર્થેશ્વર ભગવાન બિરાજ્તા હોય છે પરંતુ આજે લીમડીના મોટા મહાદેવ મંદીરે પાર્થેશ્વર ભગવાનને ઉજ્જૈનના મહાકાલેશ્વરનુ રૂપ આપતા આકર્શણનું કેંદ્ર બન્યા હતા.

જુનાવડીયાની શાળામાં શિક્ષક દિનની ઉજવણી

લીમખેડા. જુનાવડીયા પ્રાથમિક શાળામાં તા.5મી સપ્ટેમ્બર ‘શિક્ષક દિન’ની ઉજવણી કરવામાં આવી. મુ.શિ. જગદીશભાઇના માર્ગદર્શન અને શાળા પરિવારના આયોજન થકી બાલ સખાઓને આબેહુબ તૈયારી કરાવવામાં આવી હતી. સમગ્ર સંચાલક ‘બાલ શિક્ષક’ મિત્રો દ્વારા કરાવવામાં આવ્યું હતું. શાળામાં ઉત્સાહભર્યુ વાતાવરણ સર્જાયું. બાળકોના પ્રતિભાવ લેવામાં આવ્યા હતા. શાળા સ્ટાફ દ્વારા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જીવન ચરિત્રો વિશે ચર્ચા કરી હતી.

વલ્ડ ફીજીયોથેરાપી ડે અંતર્ગત ફીજીયોથેરાપી કેમ્પ

દાહોદ શહેરમાં વલ્ડ ફીજીયોથેરાપી ડે નીમીત્તે ફીજીયોથેરાપી કોલેજ અને ઝાયડસ મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે ઝાયડસ હોસ્પિટલમાં ફીજીયોથેરાપી કેમ્પનું આયોજન કર્યું હતું.આ કેમ્પનો 70થીવધુ લોકોએ લાભ લીધો હતો.

રામકૃષ્ણ સેવા સમિતિ નિમચ દ્વારા સિવણ તાલીમ વર્ગ

ગરબાડા. રામકૃષ્ણ સેવા સમિતિ નિમચ દ્વારા ગામમાં શારદા સિવણ તાલીમ વર્ગનું ઉદઘાટનમાં વિવેકાનંદ મેમોરીયલ વડોદરાથી સ્વામી માયાતીતાનંદ, દર્પણનંદ હાજર હતાં.

સંજેલીની ગુરુકુલમ સ્કૂલમાં શિક્ષક દિન

ઝાલોદ.સંજેલી નગર ખાતે આવેલા આર.ડી ગુરુકુલમ સ્કૂલમાં શિક્ષક દિન નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.જેમાં શાળામાં અભ્યાસ કરતાં બાળકો એક દિવસ માટે શિક્ષણકાર્ય કર્યું હતું.તેમજ આ પ્રસંગે શાળામાં અનેક કાર્યક્રમો સાથે શિક્ષક દિવસની ભવ્ય ઉજવણી કરાઇ હતી.

X
Dahod - વડતાલધામમાં સમૂહ મહાપૂજા: પ્રથમ વખત 1111 યજમાનોએ સમુહ પુજા કરી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App