• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Dahod
  • Dahod - દાહોદ જિ.માં કોંગ્રેસ દ્વારા બંધ રાખવા વેપારીઓને વિનંતી કરાઇ

દાહોદ જિ.માં કોંગ્રેસ દ્વારા બંધ રાખવા વેપારીઓને વિનંતી કરાઇ

મોંઘવારીના મુદ્દે ભારત બંધનું એલાન આપ્યંુ છે રવિવારે રાત્રે કોંગી કાર્યકરો વેપારીઓને વિનંતિ કરવા...

DivyaBhaskar News Network | Updated - Sep 10, 2018, 02:06 AM
Dahod - દાહોદ જિ.માં કોંગ્રેસ દ્વારા બંધ રાખવા વેપારીઓને વિનંતી કરાઇ
દાહોદ જિલ્લામાં કોંગ્રેસે પેટ્રોલ, ડીઝલ અને રાંધણગેસ જેવાં ઈંધણના વધતા ભાવોના વિરોધમાં 10 સપ્ટેમ્બરના સોમવારે `ભારત બંધ’નું એલાન કર્યું છે. દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કીરીટ પટેલે જણાવ્યું હતુ કે, પેટ્રોલ, ડીઝલ અને રાંધણગેસના ભાવવધારાને કારણે આમજનતાને ભોગવવું પડે છેરૂપિયા 11 લાખ કરોડની ઈંધણ લૂંટ પર લોકોનું ધ્યાન ખેંચવા અને રાજ્યોમાં વધુ પડતા વેટના દર અને સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવાની માગણીના ટેકામાં બંધની હાકલ કરવામાં આવી છે. રવીવારની સાંજે કોંગ્રેસના કેટલાંક કાર્યકરો સોમવારે બંધ રાખવા માટે વેપારીઓને વિનંતિ કરવા માટે નીકળ્યા હતાં. દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાં બંધ રાખવા માટે વિનંતિ કરવામાં આવી આવી હોવાનું જાણવા મળ્યું છે. હવે મોઘવારીના મુદ્દે સોમવારે વેપારીઓ કોંગ્રેસના બંધના એલાનને કેટલો ટેકો આપે છે તે જોવું રહ્યું.

દાહોદમા ભારત બંધમાં સાથ આપવા માટે માજી સાંસદ પ્રભાબેન, કોંગી પ્રમુખ કીરીટભાઇ સહિતના કાર્યકરોએ શહેરમાં ફરીને વેપારીઓને વિનંતિ કરી હતી. તસવીર સંતોષ જૈન

X
Dahod - દાહોદ જિ.માં કોંગ્રેસ દ્વારા બંધ રાખવા વેપારીઓને વિનંતી કરાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App