તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડી સાંજે યુવાવર્ગે આતશબાજી કરીને તેમજ ડીજેના તાલે ઝુમીને વિજયોત્સવ મનાવ્યો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભારતીય વાયુ સેના દ્વારા પાકિસ્તાનમાં ઘુસીને આતંકવાદીનો સફાયો કર્યાની ખુશીમાં ગરબાડામાં વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. તસવીર વિપુલ જોષી

અંકલેશ્વર FDIIના વિદ્યાર્થીઓ જોધપુર લહેરિયા પ્રોગ્રામમાં ભાગ લીધો
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાયલ સંચાલિત અંકલેશ્વર એફ.ડી.ડી.આઈ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા જોધપુર કેમ્પસના વાર્ષિક ઉત્સવ લેહરીયામાં ભાગ લીધો હતો રમતગમત, કલા અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લઈ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું જેમાં અંકલેશ્વર કેમ્પસ ના 46 વિદ્યાર્થીઓભાગ લીધો હતો રમતગમત સ્પર્ધામાં વિદ્યાર્થી પ્રિયાંશી ચંદ્રએ શતરંજમાં પ્રથમ સ્થાન 1 મિનિટ શોમાં આર્યન શર્મા પ્રથમ સ્થાન તેમજ દોરડાંખેચમાં આકીબ અને ગ્રુપ બીજા સ્થાને તમેઆજ કેરમમાં રિષભ અને ધાર્મિતએ બીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું . સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત ડ્યુએટ ડાનષ્ટએમાં પૂજા વર્મા અને શિવમ યાદવ પ્રથમ, સ્કીટમાં આકીબ અને ગ્રુપ રપથમ, સોલો નૃત્યમાં પ્રિયાંશી ચંદ્રા એ બીજું અને ગ્રુપ ડાન્સમાં વાર્તિક અને ગ્રુપ બીજા સ્થાને તેમજ મેકઅપમાં નિકિતા મલ્હોત્રાએ બીજું સ્થાન મેળવ્યું હતા.

દાહોદ શહેરમાં મોડી સાંજે સ્ટેશન રોડ ઉપર ભેગા થઇને યુવાવર્ગે આતશબાજી કરીને તેમજ ડીજેના તાલે ઝુમીને વીજયોત્સવ મનાવ્યો હતો

ભારતીય સેના દ્વારા થયેલ એરસ્ટા્ઈકને વધાવી સંતરામપુર નગરમાં ભાજપાના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી મીઠાઈ વહેચી. તસવીર ઇલ્યાસ શેખ

પાકિસ્તાન સાથેના 1971 ના યુદ્ધની સ્મૃતિઓ તે સમયના યુવાન દાહોદવાસીઓએ વાગોળી
બ્લેક આઉટની પરિસ્થિતિને લઈને રાતના સમયે દાહોદમાં રીતસર અંધારું છવાઈ જતું
ભાસ્કર ન્યુઝ | દાહોદ

છેલ્લા કેટલાય સમયથી ભારતીય સૈન્યને ઉપરાછાપરી હેરાનગતિ કરી ભારતીયોને એક દબાવમાં રાખવાની કોશિશ કરતા આતંકવાદીઓને પ્રોત્સાહન આપતા પાકિસ્તાન ઉપર ભારતીય સૈન્ય દ્વારા મંગળવારે પરોઢિયે થયેલ હુમલા બાદ દાહોદ સહિત ભારતભરમાં લોકો ઉત્સાહમાં આવી ગયા છે.

દેશની સરહદે સવારે થયેલ ભારતીય સૈન્ય દ્વારા થયેલા આ સફાયા બાદ દાહોદના વિવિધ વિસ્તારોમાં હર્ષનાદ, ઢોલ-નગારા સાથે ફટાકડાની ધડબડાટી આરંભાઈ હતી. નગરપાલિકા ચોકમાં પણ આતશબાજી થઇ હતી તો સાંજે શહેર ભાજપ દ્વારા ‘’કમલદીપ’’ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સેંકડો દીવાઓ પ્રજ્વલિત કરી પાકિસ્તાનમાં થયેલ જાન માલની ખુવારીની ઉજવણી કરવામાં આવી હતી.

સવારે ટીવી ઉપર સમાચાર પ્રસારિત થતા જ લોકોના ટોળા જે તે વિસ્તારોના ચોકમાં કે પાનના ગલ્લે ઉમટ્યા હતા અને ભારતીય સૈન્યના આ નિડર પગલાંની પ્રશંસા સાથે પાકિસ્તાનને હજુ ઉગ્ર પાઠ ભણાવવો જ જોઈએ તે બાબતે ગરમાગરમ ચર્ચાઓ ચાલી હતી.

દાહોદ એ ત્રણ રાજ્યોની સરહદે હોઈ તંત્ર દ્વારા યોગ્ય તે સાવધાની પણ દર્શાવાઈ હતી. આ સાથે જ આજથી 48 વર્ષ અગાઉ 1971 માં પાકિસ્તાન સાથે થયેલ યુદ્ધની ખાટીમીઠી સ્મૃતિઓ પણ તત્કાલીન યુવાનોએ નવી પેઢી સમક્ષ વાગોળી હતી.

સરકારની વિવિધ સ્કીમો થકી લાભાન્વિત થયેલ બહેનો અને મહિલા મોરચાની બહેનો દ્વારા દાહોદના ગોવિંદનગર વિસ્તારના રામનગર ખાતે ‘કમળજ્યોતિ’ કાર્યક્રમ યોજાયો હતો. અલ્પકાલિન વિસ્તારક યોજના અંતર્ગત જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ રીનાબેન પંચાલના વડપણ હેઠળ યોજાયેલ ‘કમળજ્યોતિ’ કાર્યક્રમમાં કમળનું ચિત્ર દોરી તેની આસપાસ સેંકડો દીવાઓ પ્રજ્વલિત કરવામાં આવતા આ દ્રશ્ય આકર્ષણનું કેન્દ્ર બનવા પામ્યું હતું.

દાહોદમાં અંધારપટ સર્જાતો
1971 ના પાકિસ્તાન સાથેના યુદ્ધ વખતે સમગ્ર નગરમાં ખાસ કરીને રાતના સમયે અંધારપટની પરિસ્થિતિ હતી. સાવધાની પગલારૂપે આ અઘોષિત જાહેરનામું હતું.દાહોદના પરેલમાં આવેલ રેલ્વે વર્કશોપ, દુશ્મન દેશના હિટ લિસ્ટમાં હોવાની વાતને લઈને દાહોદમાં કોઈ બૉમ્બ ના ફેંકે તે માટે આમ રાતના સમયે લાઈટો બંધ રખાતી.આજે 48 વર્ષે ફરી તે પરિસ્થિતિ થઇ છે. ફરક એ છે કે અત્યારે તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી કરતાંય સવાયું હીર ધરાવતા નરેન્દ્રભાઈના હાથમાં દેશનું સુકાન છે. આ માટે કહી શકું કે-’’સાહેબ, કોઈ ભૂલ થઇ હોય તો માફ કરજો, પણ અબરખે નાપાક પાકિસ્તાનને સાફ કરજો’’ નલિનકાંત મોઢિયા, પૂર્વ નગરપ્રમુખ

માહિતીનો આધાર ગણાતા રેડિયો પર સમાચાર સાંભળતા
1971 માં પાકિસ્તાન સાથે આપણી લડાઈ થયેલી તે વખતે આજની જેમ મોબાઈલ કે ટીવી નહોતા તેથી સમાચાર જાણવા માટે એકમાત્ર રેડિયો જ આધાર હતો. તે વખતે જામનગર અને વડોદરાની રિફાઇનરીઓ પાકિસ્તાનના ટાર્ગેટમાં હતી અને ત્યાં બૉમ્બમારો ના થાય તે ધ્યાને લઈને સરકારે બ્લેકઆઉટ જાહેર કરેલો. દાહોદમાં બ્લેકઆઉટ વખતે ઘરની લાઇટનો પ્રકાશ બહાર ના જાય તે માટે તિરાડોમાં પણ પટ્ટીઓ ચોંટાડીને બહાર બિલકુલ પ્રકાશ ના જાય તેવું પ્રોવિઝન કરાતું હતું. લોકોમાં ત્યારે પણ પાકિસ્તાન માટે અત્યારે છે તેવી જ ધિક્કારવાળી લાગણી હતી.મુકેશ જે.દેસાઈ, અગ્રણી સામાજિક કાર્યકર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો