ઇટાવાની લૂંટનો આરોપી કતવારા પોલીસે ઝડપ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દાહોદ પોલીસ અધિક્ષક હિતેશ જોયસરે નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા આપેલ સુચના અને માર્ગદર્શનમાં નાયબ પોલીસ અધિક્ષક કલ્પેશ ચાવડા તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર વી.પી.પટેલની સુચનામાં કતવારા પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. બી.એ.બારીયા તથા સ્ટાફના માણસો કતવારા પોલીસ
સ્ટેશન વિસ્તારમાં નાસતા
ફરતા આરોપીઓ પકડવા પેટ્રોલીંગમાં હતા.

ત્યારે 2019માં ઇટાવા ગામમાં લૂંટ કરનાર ઇટાવા ગામનો નકેશભાઇ દુબળાભાઇ સંગાડા લૂંટ કરી બહાર ગામ મજુરીએ જતો રહ્યો હતો. જે આજરોજ બહાર ગામ મજુરીએથી આવી પોતાના ઘરે જવા માટે ઇટાવા ચોકડી ચોકડી પાસે વાહનની રાહ જોઇને ઉભો હોવાની મળેલી બાતમી આધારે પોલીસે તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.

ઘરે જવા વાહનની રાહ જોઇ ઉભો હતો

આરોપીને બાતમી આધારે ઝડપી પાડ્યો

અન્ય સમાચારો પણ છે...