સાહડામાં જાનમાં જતા બાઇક સવાર જામ્બુઆનું દંપત્તી લૂંટાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગરબાડા તાલુકાના જામ્બુઆના પતિ પત્ની બન્ને મોટર સાયકલ ઉપર સાહડા ગામે જાનમાં જવા માટે ઘરેથી નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં બાઇક સવાર ત્રણ યુવકોએ તેમની બાઇક ઉભી રખાવી ડરાવી ધમકાવી મોબાઇલ તથા રોકડા રૂપિયાની લૂંટ કરી ભાગી ગયા હતા.

ગરબાડા તાલુકાના જામ્બુઆના ટીયા ફળીયામાં રહેતા દિનેશભાઇ પ્રતાપભાઇ પરમાર તથા તેમના પત્ની મધુબેન તા.7 મેના રોજ સાહડા ગામે જાનમાં જવા માટે ઘરેથી મોટર સાયકલ લઇ નિકળ્યા હતા. તે દરમિયાન ઝરીકળશીયા તળાવની કેનાલ પાસે રોડ પર જીજે-20-એબી-6750 નંબરની મોટર સાયકલ ઉપર આવેલા વિજયભાઇ બાબુભાઇ કળી રહે. વજેલાવ, શૈલેષભાઇ નરસીંગભાઇ વળવાઇ રહે. ચીલાકોટા, પ્રતાપભાઇ કાળુભાઇ વળવાઇ રહે. ચીલાકોટા ત્રણ યુવકોએ દિનેશભાઇની મોટર સાયકલને ઉભી રાખી તેમને તથા તેમની પત્નીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી બુમાબુમ કરી ભયનું વાતાવરણ ઉભુ કરી પૈસા તથા દાગીના કાઢી આપો જણાવી ધોલઝાપટની મારામારી કરી હતી. તથા દિનેશભાઇના

...અનુ. પાન. નં. 2

અન્ય સમાચારો પણ છે...