તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાહોદમાં બોર્ડર મીટિંગના પ્લાનિંગથી આંતરરાજ્ય 28 વોન્ટેડ ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદમાં લોકસભાની ચુંટણીના અનુસંધાને દાહોદ એસ.પી હિતેશ જોયસરની અધ્યક્ષતામાં દાહોદ જિલ્લાની સરહદ પર આવેલા મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના ઝાબુઆ, બાંસવાડા, અલીરાજપુરના કલેક્ટર અને એસપી દ્વારા બોર્ડર મીટીંગ યોજાઇ હતી. જેમાં ત્રણે રાજ્યના વોન્ટેડ ઝડપવા માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. ઝાબુઆ, બાંસવાડા, અલીરાજપુર તથા અત્રેના જિલ્લા એલ.સી.બી., એસ.ઓ.જી., પેરોલ ફર્લો સ્કોર્ડ તેમજ સ્થાનિક પોલીસની ટીમોએ એસ.આર.પી.ના જવાનોને સાથે રાખી એકબીજાના સંકલનમાં રહી આંતરરાજ્ય નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે કોમ્બીંગનું આયોજન કર્યુ હતું. જેમાં જિલ્લા બહારના તેમજ અન્ય રાજ્ય બહારના ચોરી, ઘરફોડ ચોરી, લૂંટ, ધાડ તેમજ અન્ય ગુનાઓના નાસતા ફરતા આરોપીઓની યાદી તૈયાર કરી આ ટીમોએ વોચ ગોઠવી વહેલી સવારે તેમજ સાંજના સમયે કોમ્બીંગ હાથ ધરી હતી. જે દરમિયાન જિલ્લા બહાર તેમજ રાજ્ય બહારના ચોરી, લૂંટ, ધાડ, પ્રોહીબિશન તેમજ અન્ય ગંભીર પ્રકારના ગુનાના નાસતા ફરતા 28આરોપીઓ ઝડપી પાડ્યા હતા. ઝાબુઆ, બાંસવાડા અને અલીરાજપુર જિલ્લા પોલીસ પણ નાસતા ફરતા આરોપીઓ પકડવામાં મદદરૂપ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...