ઉસરવાણમાં ઇન્જિનીયરિંગ કોલેજની હોસ્ટેલનું ગંદુ પાણી ભળતા રોગચાળાનો સેવાતો ભય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદની સરકારી ઈન્જીનીયરીંગ કોલેજની પાછળના ભાગે આવેલ ઉસરવાણ ગામના માવી ફળિયામાં પીવાના પાણી ઉપલબ્ધ નથી. એટલું જ નહીં પરંતુ, ડ્રેનેજનું ગંદુ પાણી ગ્રામવાસીઓના ઘરોમાં પહોંચે છે. તેના કારણે ગ્રામજનોમાં રોગચાળાનો ભય ફેલાયો છે.

દાહોદના સરકારી ઈન્જીનીયરીંગ કૉલેજના કેમ્પસની નજીક જ આવેલા ઉસરવાણ ગામના માવી ફળિયામાં કોલેજની હોસ્ટેલમાં ઉપયોગ બાદ ડ્રેનેજ વાટે બહાર નીકળતું ગંદુ પાણી આ વિસ્તારના લોકોના ઘરો અને રસોડામાં જાય છે. માવી ફળિયાના 20 -25 ઘરમાં વસતા 400 થી 500 લોકોના કહેવા અનુસાર દાહોદ સહિત આસપાસના વિસ્તારોને પીવાનું પાણી પૂરું પાડતી કડાણા યોજના અહીંથી જ પસાર થતી હોવા છતાંય આ વિસ્તારને પીવાના પાણીનો લાભ નથી મળી રહ્યો. તો ઉપરથી હોસ્ટેલનું ગંદુ પાણી ઉભરાઈને પીવાના પાણી ભેળું થતા આ ગંદા અને ગંધવાળા પાણીથી જે તે બીમારી વકરવાનો પણ ભય વ્યાપ્યો છે. તો ગંદકીને લઈને મચ્છર ખૂબ વધારે પ્રમાણમાં ઉત્પન્ન થતા હોવાથી મચ્છરજન્ય બીમારીઓ

...અનુ. પાન. નં. 2

માર્ગ મકાન વિભાગમાં રજૂઆત કરી છે
પોતાના ઘરોમાં ગંદુ પાણી આવતું હોવાની ગ્રામજનોની રજુઆતના પગલે અમે પણ સરકારના માર્ગ મકાન વિભાગમાં લેખિત રજૂઆત કરી છે. પરંતુ હજુ સુધી તેનો કોઈ ઉકેલ નથી આવ્યો. આ સમસ્યાનું નિરાકરણ સત્વરે લાવવું જોઈએ.ડો. પી.કે.બ્રહ્મભટ્ટ, આચાર્ય સરકારી ઈન્જીનીયરીંગ કોલેજ

અન્ય સમાચારો પણ છે...