કાલિયાવડમાં નિંદ્રાધિન મહિલાના કપાળે ત્રિકમના ઘા મારી હત્યા કરાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધાનપુર તાલુકાના કાલિયાવડ ગામમાં રાત્રે પોતાના ઘરમાં નિંદ્રાધિન મહિલાના માથે ત્રિકમનો ઘા મારીને અજાણ્યો યુવક ફરાર થઇ ગયો હતો. ઘાયલ મહિલાને સારવાર માટે દવાખાને લઇ જતી વેળા રસ્તામાં તેનું મોત થયું હતું. નજીક ઉંઘતા તેના સાત વર્ષિય પૂત્રની આંખ ખુલતાં માતાને લોહી લુહાણ હાલતમાં જોઇને તેણે પરિવારના લોકોને જગાવ્યા હતાં. ધાનપુર પોલીસે આ રહસ્યમ બનાવ અંગે હત્યા સબંધિ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

કાલિયાવડ ગામના દુકાન ફળિયામાં રહેતાં 30 વર્ષિય મીનાક્ષીબેન સુરેશભાઇ પંચાલ રાતના 11વાગ્યાના અરસામાં પોતાના સાત વર્ષિય દીકરા સાથે ઘરમાં નિંદ્રાધિન હતાં. તે વખતે કોઇ અજાણ્યો વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરીને મીનાક્ષીબેનના માથામાં ત્રિકમના ઘા મારીને ફરાર થઇ ગયો હતો. રાતના ત્રણ વાગ્યાના અરસામાં નજીક ઉંઘતા પૂત્રની આંખ ખુલતાં તેણે પોતાની માતાને લોહી લુહાણ હાલતમાં જોઇને ગભરાઇ ગયો હતો. બૂમાબૂમ કરીને તેણે પરિવારના અન્ય સભ્યોને જગાવ્યા હતાં. મીનાક્ષીબેનને લોહી ખરડાયેલી હાલતમાં જોઇને પરિવારના પગ તળેથી જમીન ખસી ગઇ હતી. બૂમાબૂમ થતાં આસપાસના લોકો પણ એકઠા થઇ ગયા હતાં. શ્વાશ ચાલતો હોવાથી મીનાક્ષીબેનને તાત્કાલિક અસરથી સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા

...અનુ. પાન. નં. 2

કાલિયાવડમાં મહિલાની હત્યા કરાઇ હતી તે ત્રિકમ. તસવીર નરવતસિંહ પટેલિયા

અન્ય સમાચારો પણ છે...