તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાહોદમાં છાત્રોએ માનવ આકૃત્તિ રચીને મતદાન અવશ્ય કરવા સંદેશો આપ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ લોકસભા બેઠકની સામાન્ય ચુંટણી સંદર્ભે દાહોદ જીલ્લામાં વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજી રહયા છે. દાહોદ શહેરની સેન્ટ મેરી સ્કુલના 350 વિદ્યાર્થીઓએ શાળાના પ્રાંગણમાં સંચાલક, આચાર્ય તથા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ‘‘DAHOD VOTE ON 23 APRIL” એવો પ્રેરક સંદેશો આપતી માનવ આકૃતિ રચીને વધુમાં વધુ મતદાન કરવા દરેક નાગિરકોને અનોખો સંદેશો આપ્યો હતો. ચુંટણી અધિકારી અને કલેક્ટર વિજય ખરાડીએ ભાવિ મતદારો એવા વિદ્યાર્થીઓ દ્વારા કરેલી પ્રશંસનીય કામગીરીને બિરદાવી હતી. સંચાલક ઝુબેનભાઇએ વિદ્યાર્થીઓને તેમના માતા-પિતા તથા પડોશીઓને તેમની જવાબદારી સમજાવીને મતદાન કરવા પ્રેરવા માટે શપથ લેવડાવ્યા હતા. આચાર્ય ઇલાબેન શુકલએ જણાવ્યુ હતુ કે વિદ્યાર્થીઓ ભલે પોતે મતદાન કરી ન શકતા હોય પરંતુ માતા-પિતા, વાલીઓ, પડોશીઓને મતદાન અવશ્ય કરવા માટે સંદેશો અવશ્ય આપી શકશે. જીલ્લા શિક્ષણાધિકારી, શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

350 વિદ્યાર્થી

02 દિવસ પ્રેક્ટીસ

07શિક્ષકની મહેનત

07જ મીનીટમાં આકૃતિ રચાઇ

23 એપ્રિલે મતદાન

અન્ય સમાચારો પણ છે...