તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ જિલ્લામાં વધુ દૂધ ઉત્પાદન માટે દૂધ દોહનની યોગ્ય રીત અપનાવવી જરૂરી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

દાહોદ જિલ્લાના ખેડૂતોએ ખેતીની સાથે પશુપાલન વ્યવસાયને પણ સારી રીતે અપનાવ્યો છે. પરીણામે દાહોદ જિલ્લો દૂધ ઉત્પાદન ક્ષેત્રે નવા શિખરો સર કરી રહ્યું છે. આ સંદર્ભે જિલ્લાના નાયબ પશુપાલન નિયામક ડૉ. કે.એલ.ગોસાઇએ દૂધ ઉત્પાદન વધારવા માટે માર્ગદર્શન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, પશુઓના રસીકરણ, યોગ્ય આહારની સાથે જ દૂધ દોહનની સાચી રીત જાણવી પણ એટલી જ અગત્યની છે.હથેળીની મદદથી દૂધ દોહનએ સૌથી યોગ્ય રીત છે. આંચળ વાકો વાળીને દોહનની રીત, ચપટીથી કે અંગૂઠો વાળીને દોહનની રીત ખોટી છે. પશુને સવાર સાંજ ચોક્કસ સમયે દોહવાનું રાખવું. દોહતાં પહેલાં પશુના શરીરનો પાછળનો ભાગ સાફ કરવો જોઇએ. ઉપરાંત આઉ અને આંચળ ચોખ્ખા હુંફાળા પાણીથી ધોઇને ચોખ્ખા કપડાંથી સાફ કરવા જોઇએ. મુઠી પદ્ધતિથી અંગૂઠો અંદર રાખીને દોહવાથી આંચળમાં ગાંઠ થવાની શક્યતા રહે છે. તેથી અંગૂઠો બહાર રાખીને, આખી મુઠીથી દોહવાનું રાખો. નાના આંચળવાળા પશુને ચપટી પદ્ધતિથી દોહવાનું રાખો. દૂધ દોહન ઝડપી અને સ્વચ્છ વાતાવરણમાં કરવું જોઇએ.

પશુ દોહનાર વ્યક્તિના નખ કાપેલા હોવા જોઇએ

પશુને દોહતાં પહેલાં હાથ સ્વચ્છ પાણીથી ધોવા જરૂરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો