તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધુળેટીના પર્વે ચુલ, ચાડિયા, રાડના મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

_photocaption_ખાનપુરમાં ચાડીયાના મેળામાં લોકો ઉમટ્યા હતા.} નવીન માલીવાડ*photocaption*

_photocaption_ચાડીયાના મેળામાં આંબા પરથી પોટલી ઉતારતો યુવક. }નરવતસિંહ પટેલિયા*photocaption*

_photocaption_ચુલમાં સળગતા અંગારા પર ચાલીને માનતા પૂર્ણ કરાઇ.}યશવંત રાઠોડ*photocaption*

_photocaption_ઘુઘસના મેળામાં ઉમટેલુ માનવ મહેરામણ. }રીતેશ પટેલ*photocaption*

_photocaption_ગાંગરડીમાં ધૂળેટીના દિવસે ચુલનો મેળો ભરાતા આ મેળામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યુ હતું. }યશવંત રાઠોડ*photocaption*

_photocaption_રણિયારમાં ભરાયેલા ચુલના મેળામાં સળગતા અંગારા ઉપર ચાલીને માનતા પૂર્ણ કરી રહેલા લોકો. } સહલ ગુડાલા*photocaption*

_photocaption_દાહોદ,ઝાલોદ,ફતેપુરા, ખાનપુર | દાહોદ જિલ્લામાં ધુળેટીના રોજ વિવિધ ગામોમાં પરંપરાને જીવંત રાખતા ચુલ. ચાડિયા અને રાડના મેળા ભરાયા હતાં. જેમાં મોટી સંખ્યામાં પ્રજા ઉમટી પડી હતી. જેમાં 26 ગામમાં લોકોએ સળગતા અંગારા ઉપર ચાલીને પોતાની માનતા પૂર્ણ કરી હતી. આ સાથે ચાડિયા અને રાડના મેળામાં પણ લોકોએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. ઝાલોદ તાલુકાના ગામમાં આવેલું પ્રાચીન રણછોડરાય મંદીરની સમક્ષ લાંબી ચુલ ખોદવામાં આવી હતી. જેમાં લાકડા સળગાવીને કડકડતા અંગારા ઉપર શ્રદ્ધાળુઓ ચાલ્યા હતા. તેમજ લીમડાના લાકડાથી ઘી છાંટીને અંગારાને વધુ તેજ બનાવી ચુલમાં ભાવિકો ચાલી પોતાની માનતા પુરી કરી હતી. આ સાથે ઠંડી ચુલમાં પણ ચાલવાનો રિવાજ જોવા મળ્યો હતો. આ મેળામાં આદિવાસી યુવકોએ પોતાના શરીર પર છુદણા પડાવ્યા હતા.ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામે કનાગરા મહાદેવ મંદિર ખાતે ધુળેટીનો રાડનો મેળો ભરાયો હતો. છેલ્લા ત્રણ વર્ષથી ભરવામાં આવતા આ મેળામાં આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. કનાગરા મહાદેવની છત્રછાયામાં વિશાળ ભાતીગળ રાડ ખેલવામાં આવી હતી. જેનું નેતૃત્વ “ભીલ પારગી સેવા સંસ્થા બોરવણીયાએ” લીધેલ લોક સંસ્કૃતિને ઉજાગર કરતી ગપ્પુલી, ગરગુડીયું, ધાડવો, આંટીયા, ઢાલલોકનૃત્ય, ચકરડી ઘુમ્મર જેવા કાર્યક્રમો રજુ કર્યા હતા. ધાનપુર અને દેવગઢ બારિયા તાલુકામાં ચાડિયા અને રાડના મેળાઓએ પણ આકર્ષણ જમાવ્યુ હતું. આ મેળાઓમાં આસપાસના ગામના લોકો સાથે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના લોકો પણ ઉમટી પડ્યા હતાં. જિલ્લાના જેસાવાડા, ગાંગરડી, અભલોડ, નેલસુર, રોઝમ, રાણાપુર, નગરાળા, ખરોદા,નવાગામ,રાછરડા, ખંગેલા, લીલર, મોટી બાંડીબાર,દુધિયા, બાર, ચીલાકોટા,પીપેરો, પીપોદરા, સેવનિયા, રણિયાર,દાહોદ શહેરમાં ચુલના મેળા ભરાયા હતાં. આ સાથે આંકલીમાં ચાડિયાના મેળા સાથે ભુવાલ, રામા,કુવા, વાંદર અને મોટીખજુરીમાં ચુલ અને ચાડિયાના મેળા એક સાથે યોજાયા હતાં. ઘુઘસમાં કનાગરા મહાદેવ મંદીરે અને ઝેર ગામમાં રાડના મેળા યોજાયા હતાં.ખાનપુરમાં ચાડિયાનો મેળો સુથાર સમાજ દ્ધારા ચાડિયો ઘડીને આપવામાં આવે છે ને ખાનપુર ગામના ત્રણ ફળીયા દ્ધારા જ 35 થી 40 ફૂટ ઉંચી બેળો પર ચાડિયો બાંધવામાં આવે છે ખાનપુર ના બસ સ્ટેશન વિસ્તારમાં કતારબધ્ધ રીતે ઢોલ અને ત્રાસાના તાલે લોકગીતો અને નૃત્યના તાલે જઇ રહેલી આદિવાસી ટોળીઓએ આકર્ષણ જમાવ્યું હતું. ખાનપુરના રસ્તાની બંને બાજુ વિવિધ ચીજ વસ્તુઓના વેપારીઓ પણ આદિવાસી પ્રજાનું સ્વાગત કરતા પોતાનો વેપાર કરી તહેવારનો આનંદ માણી રહ્યા હતા. આ ખાનપુર ના ચાડિયાના મેળાની ખાસિયત એ છે કે 35 થી 40 ફૂટ ઉંચી ત્રણ બેળો ખાનપુરમાં આવતા ત્રણ ફળીયાના સ્થાનિકો દ્ધારા રોપવામાં આવે છે જેમાં દરિયાપુરા, મુવાડા ને તોયણા ફળિયાના માણસો દ્ધારા આ બેળો રોપવામાં આવે છે ને ચાડિયો છોડવાનો હક આ ત્રણ ફળિયામાં વારાફરથી વહેચવામાં આવ્યો છે આ જે બેળો લગાવવામાં આવી છે એ બેળો પર ચડવા માટે બધા પ્રયત્ન કરે છે ને છેલ્લે જે માણસ ઉપર ચડી ચાડિયો છોડે છે તે ખાનપુરથી નજીક આવેલ ભાદર નદીમાં જઈ ચાડિયાને પધરાવી દેવામાં આવે છે ને ખાનપુરના સુથાર સમાજ દ્ધારા ખાનપુરના માલીવાડ સમાજને ચાડિયો ઘડીને આપવામાં આવે છે .*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો