તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદના સરહદી રાજ્યોમાં જળક્રાંતિ લાવનાર હરનાથ જગાવતનું અવસાન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિંચાઈ ક્ષેત્રે દાહોદ પંથકની અગ્રીમ પંક્તિની સંસ્થા સદગુરુ ફાઉન્ડેશનના પાયાના પથ્થર ગણાતા હરનાથ જગાવતનું તા.26-2-’19 ના રોજ દુ:ખદ અવસાન થયું છે.

ગુજરાતના છેવાડે આવેલ દાહોદ-પંચમહાલ સહિત મધ્યપ્રદેશ અને રાજસ્થાનના વિસ્તારોમાં જળક્રાંતિના સર્જક ગણાતા સદગુરુ ફાઉન્ડેશનના સ્થાપક ટ્રસ્ટી હરનાથ જગાવત ચેકડેમ અને વૃક્ષારોપણ સહિતના અનેક ક્ષેત્રે દાહોદ અને આસપાસના વિસ્તારોની કાયાપલટ કરવાનું બીડું ઉપાડ્યું હતું. પથ્થરિયા ડુંગરા અને વરસાદની ઓછપ ધરાવતા દાહોદ અને આસપાસના સરહદી વિસ્તારોમાં વિસ્તારમાં તેમને લિફ્ટ ઇરીગેશન અને 1000 થી પણ વધુ નાના બંધ થકી જળસંચયનું સફળ અભિયાન સંપન્ન કર્યું છે. તેઓ અને તેમના સાથી શર્મિષ્ઠાબેન જગાવતના સંનિષ્ઠ પ્રયાસોથી દાહોદ નજીક ચોસાલા સ્થિત સદગુરુનું પરિસર આજે દેશવિદેશના અભ્યાસુઓ કાજે સ્વર્ગની ગરજ સારતું બની શક્યું છે. આવા નોખી માટીના ‘સવાઈ દાહોદવાસી’નું પાકટ વયે અવસાન થતા તેમની સ્મશાનયાત્રામાં સદગુરુના કર્મચારીઓ સહિત દાહોદના અનેક અગ્રણી નગરજનો જોડાયા હતા.

હરનાથ જગાવતની ફાઇલ તસવીર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો