તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગેસનો કૂવો અને જમીન અમારી છે કહી બે વ્યક્તિ સાથે મારામારી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફતેપુરા તાલુકાના નાનીનાદુકણં ગેસનો કુવો અમારો છે અને આ જમીન પણ અમારી છે જણાવી જેસીબી લાવી ખાડો ખોદાવતા રોકતાં એક મહિલા સહિત પુરૂષ સાથે મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

નાનીનાદુકણમાં કલ્પેશભાઇ તાવીયાડ, જીગ્નેશભાઇ તાવીયાડ, ચોખલીબેન તાવીયાડે વજાભાઇ તાવીયાડને ગાળો બોલી ગેસનો કુવો અમારો છે અને આ જમીન પણ અમારી છે જણાવી જેસીબી લાવી વજાભાઇની જમીનમાં ખોડો ખોદાવતાં હતા. તે દરમિયાન વજા તથા લલીતાબેને ખાડો ખોદવાની ના પાડતાં કલ્પેશ તાવીયાડે તેના હાથમાની લોખંડની પાઇપ વજાને માથાના ભાગે ડાબા કાન ઉપર તથા ડાબા હાથે મારતા ગંભીર ઇજાઓ થઇ હતી. સાથે જીગ્નેશભાઇએ તેના હાથમાની લાકડીથી વજાભાઇ તથા વચ્ચે પડનાર લલીતાબેનને હાથે તેમજ શરીરે મારમારી ઇજા કરી હતી. તેમજ ચોખલીબેનએ બન્ને વજાભાઇ તથા લલીતાબેનને શરીરે ગડદાપાટુનો માર મારી ઇજાઓ કરી તમામ આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...