ગુજરાતમાં આવતા વાઘ માટે 350 ચો.કિમી જગ્યા ફાળવાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતમાં એક વખત વાઘ આવ્યા પછી ખોરાક ન મળતા મૃત્યુ થયું હતું. ગુજરાતમાં ઘણીવખત આવી ચડેતો વાઘ લટાર મારીને જતો રહે છે.આથી વાઘ એકવખત આવી ગયા પછી તે ગુજરાતમાં કાયમી વસવાટ કરે તેટલા માટે વન વિભાગે કવાયત હાથ ધરી છે. ગુજરાતમાં રાજસ્થાન અ્ને મધ્ય પ્રદેશથી આવતો વાઘ કાયમી ગુજરાતને જ ઘર બનાવે તેટલા માટે વાઘને અ્નુકૂળ આવે તેવું વાતાવરણ ઊભું કરવા કવાયત હાથ ધરી છે. આ માટે સંતરામપુર આસપાસનો 350 ચોકિ.મીનો વિસ્તાર વાઘ માટે વિકસાવવાનું આયોજન થઇ રહ્યું છે.

રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાંથી આવતો વાઘ ગુજરાતમાં સંતરામપુર અને દાહોદ આસપાસ જોવા મળે છે. વાઘ આ વિસ્તારમાં ઘણીવખત લટાર મારીને જતો રહે છે આથી વન વિભાગે સંતરામપુર અને દાહોદની આસપાસનો 350 ચોકિ.મી.નો વિસ્તાર વાઘને કાયમી વસવાટ માટે વાતાવરણ મળી રહે તે માટે વિકસાવવા કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...