તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂતોએ સહાય લેવા 30 એપ્રિલ સુધી અરજી કરવી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

દાહોદ જિલ્લાના ખેડૂતોએ ૨૦૨૦-૨૧ માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે સરળતાથી મળી રહે તે માટે આઇ ખેડૂત પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. આ યોજનાઓનો મહત્તમ લાભ લેવા માટે ખેડૂતોએ આગામી તા. ૩૦/૪/૨૦૨૦ સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટે જરૂરી આધાર પૂરાવામાં ૭-૧૨, ૮-અ, આધાર કાર્ડ, બેન્ક પાસબુક, મોબાઇલ નંબર, જાતિનો દાખલો આપવો જરૂરી છે. ગ્રામ પંચાયત કે ઇન્ટરનેટની સુવિધા ધરાવતી અન્ય જગ્યાએથી પણ ઓનલાઇન અરજી કરી શકાશે. ખેડૂતોએ આઇ –ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કર્યા પછી અરજીની પ્રિન્ટ આઉટ કાઢી સહી અંગુઠો કરી જરૂરી સાધનીક કાગળો જોડી નજીકના ગ્રામસેવક અથવા તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત ખાતે વિસ્તરણ અધિકારી (ખેતી)ને જમા કરાવવાની રહેશે.

ખેડૂતોએ આઇ પોર્ટલ પર અરજી કરવાની રહેશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો