તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોર્નિંગ વોક માટે નીકળેલા વૃદ્ધનું ટ્રેનની અડફેટે મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ શહેરના રેલવે સ્ટેશન નજીક બી કેબીન પાસે પરોઢના સમયે મોર્નીંગ વોક માટે નીકળેળા વૃદ્ધનું ટ્રેનની અડફેટે મોત થઇ જતાં પરિવારમાં શોકની લાગણી ફેલા ઇ ગઇ હતી. વૃદ્ધે ટ્રેન સામે પડતું મુકી આપઘાત કર્યો હોવાનો મેસેજ ગુડ્સ ટ્રેનના ચાલકે સ્ટેશન માસ્તરને આપ્યો હતો જ્યારે વૃદ્ધને સંભળાતુ ન હતું અને તેઓ કાનનું મશીન ભુલી ગયા હોવાથી આ અકસ્માત સર્જાયો હોવાની લોકો વચ્ચે ચર્ચાઓ સાંભળવા મળી હતી. આ મામલે જીઆરપીએ અકસ્માતે મોત અન્વયે ગુનો દાખલ કર્યો હતો.

દાહોદ શહેરના પડાવ સ્થિત બહાર પુરા વિસ્તારમાં ICICI બેન્કની સામે રહેતાં 54 વર્ષિય દીનેશભાઇ લાલપુરવાલાનો મોર્નીંગ વોકમાં નીકળવાનો નિત્યક્રમ હતો. શુક્રવારે પણ તેઓ મોર્નીંગ વોકમાં નીકળ્યા હતા પરંતુ પરોઢના 7.15 વાગ્યા પહેલાં શહેર રેલવે સ્ટેશન પાસે આવલા બી કેબીન નજીક તેઓનું ગુડ્સ ટ્રેનની અડફેટે આવતાં મોત થયું હતું.RSNPT ગુડ્સ ટ્રેનના ચાલકે દીનેશભાઇએ ટ્રેન સામે પડતું મુકી આપઘાત કર્યાનો મેમો સ્ટેશન માસ્તરને આપ્યો હતો જ્યારે દીનેશભાઇને કાને સંભળાતુ ન હતું અને તેઓ મશીન ઘરે જ ભુલી ગયા હતાં. જેથી રેલવે ટ્રેક ક્રોસ કરવામાં ટ્રેનનું હોર્ન નહીં સંભળાતા આ અકસ્માત સર્જાયો હોવાની ચર્ચા સાંભળવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...