તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુલાબી ઠંડી વચ્ચે ‘પિન્કેથોન’થી દાહોદ શહેરની પરોઢ ગુલાબી બની

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ફુલગુલાબી વાસંતી વાતાવરણમાં ‘પિંકેથોન’ ઇવેન્ટ થકી દાહોદનો સ્ટેશનરોડ ગુલાબી રંગે રંગાતા લોકઆકર્ષણ જન્મ્યું હતું.

દાહોદ | દાહોદ ખાતે સૌપ્રથમ વખત રવિવારે તા.24-2-19 ના રોજ સવારે ‘પિંકેથોન રન ફોર સ્માર્ટ સિટી દાહોદ’ નામે ઇવેન્ટ યોજાઈ હતી. અખિલ ભારતીય મારવાડી મહિલા સંગઠન અને દાહોદ પાલિકાના સંયુક્ત ઉપક્રમે આ ઇવેન્ટ યોજાયો હતો. દોડમાં મોટી ઉંમરની મહિલાઓની સારીથોન, બાળકોની કીડેથોન તથા દિવ્યાંગો કાજે વિશેષ દોડ યોજાઈ હતી. પુલવામાના શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ અપાઇ હતી. કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી જશવંતસિંહ ભાભોર, રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ, કલેકટર વિજય ખરાડી, જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર, પ્રવાસન નિગમના ડિરેક્ટર સુધીરભાઈ લાલપુરવાલા, કમલેશ રાઠી, નગર પ્રમુખ અભિષેક મેડા, ઉપપ્રમુખ પ્રશાંત દેસાઈ સહિત અનેક ગણમાન્ય વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યાં હતાં. માહેશ્વરી, અગ્રવાલ, સિંધી અને વ્હોરા સમાજની બહેનોના ગ્રૂપ્સ ઉપરાંત એક્ટિવ મોમ અને પતંજલિની બહેનો પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો