તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાહોદમાં પોલીસની હાજરીમાં જિ. પંચાયતની સામાન્ય સભા ચકમક સાથે આટોપી લેવાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દાહોદ જિલ્લા પંચાયતમાં બજેટ માટે ગુરુવારે મળેલી સામાન્ય સભામાં વિવિધ આક્ષેપ-પ્રતિઆક્ષેપ સાથે માહોલ ગરમાગરમ જોવા મળ્યો હતો. પોલીસ બંદોબસ્ત વચ્ચે આયોજિત કરાયેલી આ સામાન્ય સભામાં 1778.86 કરોડની આવક સામે 1738.25 કરોડનો ખર્ચ નું અંદાજપત્ર રજૂ કરાયુ હતું.

દાહોદ જિલ્લા પંચાયતની સામાન્ય સભા ગુરુવારે જિલ્લા પંચાયતના સભાખંડમાં મળી હતી. જેમાં વર્ષ 2019/2020 સુધારેલું તથા 2020/2021નું અંદાજપત્ર રજૂ કર્યું હતું. પ્રથમ પ્રશ્નોત્તરી સમયગાળામાં સભ્યોના પ્રશ્નોની ચર્ચા ચાલતી હતી. તે સમયે જિલ્લા પંચાયત સભ્યએ પ્રધાનમંત્રી આવાસના હપ્તા પેટે 5 હજાર ઉઘરાવે છે. ઉપરી અધિકારીને આપવાના છે તેમ કહી ઉધરાણા થાય છે તેવો આક્ષેપ કરતાં સભામાં સોપો પડી ગયો હતો. આ સાંભળી ડીડીઓ દ્વારા બક્વાસ બાત નહીં ચલેગી કહી શાંત કરતા જોવા મળ્યા હતા.જિલ્લા પંચાયતની સ્વભંડોળની ગ્રાન્ટમાંથી ૭ ટકા પ્રમાણે ખાસ અંગત વિસ્તારમાં ફાળવવાની જોગવાઇમાં પીપલોદ અને રૂપાખેડા બે ગામમાં જ ગ્રાન્ટ ફાળવતાં વિરોધ પક્ષના સભ્યો ઉગ્ર રજૂઆત કરતા જોવા મળ્યા હતા. આ ગ્રાન્ટ 50 સભ્યોના મતવિસ્તારોમાં ફાળવે એવી રજૂઆત કરી હતી. સત્તાધારી પક્ષના સભ્યોએ આંગળી ઊંચી કરી બહુમતી પ્રમાણે અમે આયોજન કર્યું છે તેમ કહેતા બંને તરફના સભ્યો ઉગ્ર રજૂઆત કરતા જોવા મળ્યા હતાં. સામાન્ય સભામાં ચકમકના એંધાણના પગલે પહેલેથી પોલીસ બંદોબસ્ત માંગેલો હોવાથી પીએસઆઇ સહિત મહિલા પોલીસ કર્મચારીઓ તૈનાત જોવા મળી હતી. સામાન્ય સભામાં વાતાવરણ ગરમ થતા અંદાજપત્ર પણ વંચાણે લેવામાં આવ્યું ન હતું. વિવિધ આક્ષેપ-પ્રતિઆક્ષેપ સાથે જિલ્લા પંચાયતની સામાન્ય સભા આટોપી લેવામાં આવી હતી.

બકવાસ બાત નહીં ચલેગી કહી DDO સભ્યોને શાંત કરતા જોવા મળ્યા : અંદાજપત્ર વંચાણે ન લેવાયુ

1778.86 કરોડની આવક સામે 1738.25 કરોડના ખર્ચનું અંદાજપત્ર રજૂ કરાયંુ : ઉપરી અધિકારીને આપવાના છે કહીને રૂપિયાના ઉઘરાણાંના આક્ષેપો

_photocaption_પોલીસ બંદોબસ્ત વચ્ચે ચાલી રહેલી દાહોદ જિલ્લા પંચાયતની સામાન્ય સભા.*photocaption*
અન્ય સમાચારો પણ છે...