તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિરોલામાં 20 હજારની લાંચ લેતા ઝડપાયેલા યુવાનોના જામીન નામંજૂર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિરોલા ગામના એક આગેવાનને પિતાના નામે સર્વે નંબર 207 વાળી જમીનમાં કુવો મંજુર કરાવ્યો હતો. જેનું કામ પૂર્ણ થતાં તેના નાણાં એજન્સી મારફતે મળી ગયા હતા. તેમજ અન્ય એક કુવો અને કેટલશેડના નાણાં એજન્સીમાં આવી ગયા હતા પરંતુ તે આપવા માટે સંજેલી તાલુકાના મનરેગા શાખાના કર્મચારી ધર્મેન્દ્રકુમાર બાકલીયાએ આગેવાન પાસેથી અવાર નવાર ફોન કરી 20 હજાર રૂપિયાની માંગણી કરતા હતા. લાંચના રૂપિયા આગેવાન આપવા માંગતા ન હોય દાહોદ એ.સી.પી. પોલીસ સ્ટેશને આ બાબતની ફરિયાદ આપી હતી. લાંચના રૂપિયા આપવા માટે હિરોલા ગામે ધર્મેન્દ્રકુમારને ઘરે બોલાવ્યા હતાં. ત્યારે હિરોલા ગયેલા ધર્મેન્દ્રકુમાર અને તેમની સાથેના બકુલભાઇ બચુભાઇ વસૈયા લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા. આ મામલે બન્નેએ દાહોદની કોર્ટમાં જામીન અરજી મુકી હતી. સરકારી વકીલ પી.જે.જૈનની દલીલોને ગ્રાહ્ય રાખી મંગળવારે સ્પેશ્યલ જજ ડી.ટી.સોનીએ ધર્મેન્દ્રકુમાર અને બકુલભાઇના જામીન નામંજુર કરી દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...