તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દે. બારિયાના લવારિયા ગામેથી કરુણા અભિયાનનો પ્રારંભ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા કરુણા અભિયાનનો દાહોદ જિલ્લામાં દેવગઢ બારિયાના લવારિયા ગામથી રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડે પ્રારંભ કરાવ્યો હતો. સાથે, તેમણે પશુમાં કૃમિ નિવારણ બાહ્ય પરોપજીવ નિવારણ માટે રસીકરણ અભિયાનનો પણ પ્રારંભ કરાવ્યો હતો.

યોજાયેલી પશુપાલન શિક્ષણ શિબિરમાં સહભાગી બનેલા રાજ્ય મંત્રી ખાબડે પશુપાલકોને સંબોધન કરતા જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા પ્રતિ ઉત્તરાયણ પર્વમાં ચાલાવવામાં આવતા કરુણા અભિયાન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના સંવેદનશીલ અભિગમનો પરિચય આપે છે. પશુપાલકોને શીખ આપતા ખાબડે ઉમેર્યું કે, આવક માટે હવે માત્ર ખેતી પર આધાર રાખવા કરતા તેની સાથે પશુપાલન પણ પુરક રોજગારીનું મોટું માધ્યમ બની શકે અમે છે.રાજ્ય સરકાર દ્વારા પશુઓના આરોગ્ય માટે પ્રતિ ૧૫ ગામ દીઠ એક એમ્બ્યુલન્સ રાખવામાં આવી છે.

1962 નંબર ઉપર માત્ર એક ફોન કરવાથી પશુ રોગ તજજ્ઞ માંદા પશુની સારવાર કરવા માટે આવી જાય છે.તાલુકા પંચાયતના પ્રમુખ અમરસિંહ રાઠવા, પૂર્વ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. મહાનુભાવોના હસ્તે સહકારી મંડળીઓને દૂધ ઘર બનાવવાની મંજૂરી સહિતના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમંત્રીએ કરુણા અભિયાન અંતર્ગત છાત્રોની રેલીને પ્રસ્થાન કરાવ્યા બાદ પશુ સારવાર કેમ્પનું નિરીક્ષણ કર્યું હતું અને રસીકરણ અભિયાનની શરૂઆત કરાવી હતી. પશુ સારવાર કેમ્પમાં લંગડાતા ચાલતા પશુઓના ઓપરેશન, પશુઓને થતાં ઝાડા, શરદી જેવા રોગોની દવા આપવામાં આવી હતી. 175 થી વધુ પશુ પાલકોએ કેમ્પનો લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો