તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાહોદના M.G. રોડ પર પોલીસની સક્રિયતાથી આવાગમન સરળ રહ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના ટ્રાફિક વિભાગ માટે સરદર્દ બની ચૂકેલ એમ.જી.રોડ ઉપર સોમવારે કરેલ કડક કાર્યવાહી બાદ દાહોદના પોલીસ તંત્ર દ્વારા મંગળવારે સતત બીજા દિવસે પણ બંદોબસ્ત ગોઠવાતા આવાગમન કરતા લોકોને રાહત સાંપડી હતી.

મંગળવારે સવારથી આ વિસ્તારમાં હોમગાર્ડ, ટ્રાફિક બ્રિગેડના કર્મીઓ સાથે પોલીસ તંત્રના કર્મચારીઓ આ સમગ્ર વિસ્તારમાં વારાફરતી ફરતા જોવાતા આવગમનની સુવિધામાં મહદ્દ અંશે સુધારો જોવા મળ્યો હતો. અલબત્ત, પોલીસકર્મીઓની ઉપસ્થિતિ હોવા છતાંય ગાંધી ચોકથી લઇ કડિયાવાડની ખૂંટ સુધીના સમગ્ર વિસ્તારમાં લારીઓ, પાથરણા અને આવા સાંકડા માર્ગે પણ ઉભા મુકાતા સ્કૂટરોના ખડકલા યથાવત્ જોવાયા હતા.

જો કે પોલીસકર્મીઓની હાજરીના કારણે માર્ગ ઉપરથી લોકો કમસેકમ આવી-જઈ શકે તેટલી જગા રહેવા પામી હતી.શહેરના એમ.જી.રોડ, ગાંધીચોક, નગરપાલિકા ચોક વગેરે વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત સુચારુ રાહે નહીં હોઈ આડેધડ પાર્કિંગની સાથે લારીઓ, પાથરણા અને રીક્ષાઓનો બેફામ ત્રાસ વધ્યો હોવાની રાવ મળતા પોલીસ તંત્ર સાબદું બનતા સોમવારે એમ.જી.રોડ વિસ્તારમાં કુમક ખડકી દઈ સપાટો બોલાવ્યો હતો. અને આ વિસ્તારમાં આડેધડ મુકાયેલ વાહનો પૈકીના 39 ટુ-વ્હીલર્સને ઝડપી લઇ દંડનીય કાર્યવાહી કરવામાં આવેલી.

અન્ય સમાચારો પણ છે...