દાહોદમાં લાંબા સમયથી સર્જાયેલો ખાડો પૂરવામાં તંત્રની બેદરકારી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદના સ્ટેશન રોડ ઉપર ભરપોડા હોસ્પિટલની બહારના ભાગે લાંબા સમયથી એક ખાડો છે. જેની વારંવાર રજૂઆત બાદ પણ તે યથાવત હાલતમાં રહ્યો છે. એટલું જ નહીં, હવે તો આ ખાડાની ચોતરફથી ડામરનો રસ્તો પણ તુટતો જતો હોઈ આ ખાડાનો વ્યાપ વધતા આવાગમન કરતા લકો માટે જોખમી બન્યો છે. સરસ્વતી સર્કલની બિલકુલ સામે આવેલ આ ખાડાથી કોઈક દિવસ મોટો અકસ્માત સર્જાય તે પહેલા તંત્ર દ્વારા સત્વરે તેનું સમારકામ હાથ ધરાય તેવી લાગણી વહી રહી છે.

અન્ય સમાચારો પણ છે...