તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદમાં લોકોને રોકીને ગોઠ ઉઘરાવતા બે સામે ગુનો દાખલ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

દાહોદ શહેરમાં ધુળેટીના દિવસે ચાકલિયા રોડ વિસ્તારમાં બે યુવકો આવતા-જતા લોકોને રસ્તામાં રોકીને ગોઠની ઉઘરાણી કરતા હતા. ગોઠ નહીં આપનાર સાથે બિભત્સ વર્તન કરાત હોવાની જાણ થતા પોલીસે બંને યુવકો સામે જાહેરનામાના ભંગ બદલ ગુનો દાખલ કર્યો હતો.

દાહોદમાં ધુળેટીના દિવસે સાંજના 5.30 વાગ્યાના અરસામાં ચાકલિયા રોડ સ્થિત હરીજનવાસ સામે રસ્તા ઉપર રાહુલ અરવીંદ કેવળ અને સંતોષ રાજેશ ડુમી નામક યુવકો આવતા-જતાં વાહનો રોકીને ગોઠની ઉઘરાણી કરી રહ્યા હતાં. કોઇ વ્યક્તિ ગોઠ નહીં આપે તો બિભત્સ વર્તન કરી રહ્યા હતાં. ગોઠ ઉઘરાવવા કે રસ્તામાં આડશ મુકવા સામે પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ કલેક્ટર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યુ હતું. આ બાબતની જાણ પોલીસને થતાં બંને યુવકોને ઝડપી પાડી જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ગોઠ ના આપે તો બિભત્સ વર્તન કરતા હતાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો