Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ મજૂરી કામે આવેલા ટુકી વજુના યુવકનું કારની ટક્કરે મોત
દાહોદમાં મજુરી કામે આવેલા ગરબાડાના ટુકી વજુ ગામના યુવકની બાઇકને દાહોદ ગરબાડા હાઇવે ઉપર કારે અડફેટે લેતાં યુવકનું મોત નિપજ્યું હતું. અકસ્માત સંદર્ભે અજાણ્યા વાહન ચાલક સામે દાહોદ તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાયો છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ગરબાડા તાલુકાના ટુકી વજુ ગામના 22 વર્ષિય જયેશ સવસીંગ ગોહીલ ગુરૂવારે સવારે પોતાની જીજે-20-એબી-9192 નંબરની બાઇક લઇને દાહોદ ખાતે મજુરી કામ અર્થે આવ્યો હતો. ત્યારે સાંજના સમયે પરત ઘરે જતી વખતે દાહોદ ગરબાડા હાઇવે ઉપર જયેશની બાઇકને અજાણી ફોર વ્હીલર ગાડીના ચાલકે ટક્કર મારી નીચે પાડી કાર ચારક ગાડી લઇ ભાગી ગયો હતો. અકસ્માતમાં જયેશને શરીરે ગંભીર ઇજાઓ તથા હાથે તેમજ ડાબા પગે ફ્રેક્ચર તથા માથામાં ગંભીર ઇજાઓ થતાં મોત નિપજ્યું હતું. જુવાન છોકરાનું અકસ્માતમાં મોત થતા પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો. અકસ્માત સંદર્ભે અભેસિંગભાઇ સોમજીભાઇ ગોહીલે દાહોદ તાલુકા પોલીસ મથકે અજાણ્યા વાહનના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.