તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદમાં લગ્ન વગર જ પોલીસ મથકમાંથી કન્યા વિદાય કરાઇ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દાહોદ શહેરની યુવતીની નજીકના ગામના એક યુવક સાથે આંખ મળી જતાં એક માસ પહેલાં તે યુવક સાથે જતી રહી હતી. વડોદરા ખાતે યુવતીની રોકાણની વ્યવસ્થા કરીને યુવક પરત પોતાના ગામે આવી ગયો હતો અને સતત તેના સંપર્કમાં રહેતો હતો. શોધખોળ બાદ પત્તો નહીં મળતાં અંતે તેના પિતાએ શહેર પોલીસ મથકે જાણ કરી હતી. તપાસ બાદ વડોદરા ખાતે રહેતી આ યુવતીને પોલીસે શોધી કાઢી હતી. રવીવારે દાહોદ લવાયેલી યુવતીની પુછપરછ કરતાં તેણે સઘળી વિગત વર્ણવીને તે યુવક સાથે લગ્ન કરવાનું ઇચ્છા રાખતી હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે બંનેના પરિવારને બોલાવ્યા હતાં. વર્ણ બાધને કારણે યુવકના પરિવારે યુવતીનો અસ્વિકાર કર્યો હતો પણ યુવકે તેમને મનાવી લીધા હતાં. ત્યારે યુવતીના પિતા તેને પોતાની સાથે લઇ જવાના નિર્ણય ઉપર મક્કમ જોવા મળ્યા હતાં. પોલીસે યુવતીની પુછપરછ કરતાં તેણે પિતા સાથે જવાનો સ્પષ્ટ નન્નો ભણી દીધો હતો. પરિવાર અને સામાજિક વડિલોની વિનવણી છતા યુવતી એકની બે થઇ ન હતી. યુવતી પુખ્ત હોવાથી લાચાર પિતા કાયદાકિય રીતે કંઇ પણ કરી શકે તેમ ન હતું. અંતે પિતાએ યુવતીને તેના પ્રેમી યુવક સાથે જવાની પરવાનગી આપી દીધી હતી. યુવક સાથે જવાની મંજુરી આપ્યા બાદ યુવતી પગે પડવા જતાં તેના પિતા ‘સુખી રહેજે’ આટલું જ બોલી શક્યા હતાં. લાડકોડથી મોટી કરેલી દિકરીને પિતાએ પોલીસ મથકમાંથી તેના લગ્ન વગર જ વળાવી દેવી પડી હતી. આ યુવતી અને યુવક હવે કોર્ટમાં લગ્ન કરશે તેવું જાણવા મળ્યું છે.

પુખ્તવયની હોવાથી છોકરા સાથે મોકલી અપાઇ
શહેરમાંથી છોકરી ગુમ થવા મામલે જાણવા જોગ લીધી હતી. છોકરી વડોદરાથી પ્રેમી યુવક સાથે મળી આવી હતી. યુવતી પિતા સાથે જવા રાજી ન હતી. અમે બંને પક્ષના જવાબો લીધા હતાં. બંનેએ લગ્ન કર્યા ન હતાં. છોકરી પુખ્તવયની હોવાથી સર્વસમંતિ બાદ તેને છોકરા સાથે મોકલાઇ હતી. એચ.પી કરેણ, પીઆઇ,દાહોદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો