તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિલ્હી- મુંબઇ ટ્રેક પર દાહોદ-ગોધરા વચ્ચે સુરક્ષા દીવાલ બનશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિલ્હીથી મુંબઇ વચ્ચેની રેલવે લાઇનને દીવાલથી સુરક્ષિત કરવાનું કામ સૌ પ્રથમ દાહોદથી શરૂ કરવામાં આવશે. દાહોદથી ગોધરા સુધી ટ્રેક ઉપર બંને તરફ પ્રીકાસ્ટની 1.6 મીટર ઉંચી બાઉન્ડ્રીવોલ બનાવવાની તૈયારીઓનો પ્રારંભ થઇ ગયો છે.

દાહોદ શહેર નજીક અને ભેરવગઢ ડેમ પાસે તેના પોલ(આઇ સેક્શન)અને પેનલ(દીવાલનો ભાગ) તૈયાર કરવામાં આવી રહ્યા છે. મે માસમાં દીવાલની બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. અપમાં 1377 અને ડાઉનમાં 1386 કિમી લાંબા રૂટને રેલવે હાઇસ્પીડ ઝોનમાં પરીવર્તિત કરી રહ્યું છે.

તેમાં અકસ્માત ન નડે તે માટે રેલવે આખા ટ્રેકને દીવાલ બનાવીને સુરક્ષિત કરી રહ્યું છે. તેમાં પ્રોજેક્ટ ઉપર 1118 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. દાહોદથી પ્રારંભ બાદ મધ્ય પ્રદેશ,મુંબઇ અને ત્યાર બાદ ગુજરાત અનેરાજસ્થાનમાં કામગીરી શરૂ કરાશે તેવું જાણવા મળ્યું છે.

160થી200 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેનો દોડશે
હાઇસ્પીડ ઝોન બન્યા બાદ દિલ્બી-મુંબઇ રૂપ ઉપર ટ્રેન 160થી 200 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડવા લાગશે. તેનાથી દિલ્હીથી મુંબઇ પહોચવામાં માત્ર 12 કલાક લાગશે. હાલમાં આ લાઇન ઉપર રાજધાની સહિત 72 એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનોની મહત્તમ ઝડપ 130 કિમી અને સરેરાશ 80થી 90 કિમી પ્રતિ કલાક છે. જેનાથી દિલ્હીથી મુંબઇ પહોંચવામાં 13થી 15.40 કલાક લાગી રહ્યા છે.

રતલામ મંડળમાં 230 કિમીમાં બાઉન્ડ્રી વોલ બનશે
દિલ્હી -મુંબઇ રેલવે લાઇન ઉપર ગોધરાથી નાગદા સુધીનો230 કિમી લાંબો વિસ્તાર રતલામ મંડળમાં આવે છે. ડીઆરએમ આર.એન સુનકરે જણાવ્યું હતું કે, દાહોદ નજીક અને ભેરવગઢ ડેમ પાસે પ્રીકાસ્ટ બાઉન્ડ્રીવોલના ભાગ પર્યાપ્ત માત્રામાં તૈયાર થઇ જતાં કામગીરી શરૂ કરાશે. દીવાલ પહેલાં ગોધરા સુધી બનશે ત્યાર બાદ રતલામ થી નાગદા સુધી જશે.

દીવાલ બનતા કયા લાભ થશે
લોકો ઉપરાંત ગાય-ભેંસ સહિતના અન્ય પશુ ટ્રેક ઉપર આવી નહીં શકે.

ફાટક ઉપર ટ્રેનની સ્પીડ ઓછી નહીં કરવી પડે

સિગ્નલ પણ બાઉન્ડ્રી વોલની અંદર આવી જવાથી સરળતાથી જોઇ શકાશે.

રતલામથી ગોધરા સુધીના કર્વ અને ઘાટ સેક્શનમાં સાવધાની રૂપે સ્પીડ બહુ ઓછી નહીં કરવી પડે.

દાહોદ શહેર નજીક રેલવે ટ્રેક પાસે દીવાલ બનાવવા માટે પોલ(આઇ સેક્શન)અને પેનલ(દીવાલનો ભાગ) તૈયાર કરવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...