તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ, ગોધરા | પુલવામામાં આતંકવાદી હુમલામાં શહિદ થયેલા જવાનોનો બદલો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દાહોદ, ગોધરા | પુલવામામાં આતંકવાદી હુમલામાં શહિદ થયેલા જવાનોનો બદલો લેવા માટે ભારતે વાયુદળથી હુમલો કરીને આતંકવાદીઓના ઠેકાણાઓનો સફાયો બોલાવતાં દાહોદ શહેર સહિત જિલ્લાની પ્રજાએ ખુશી વ્યક્ત કરી અને આતશબાજી કરી હતી. દાહોદ પાલિકા ચોકમાં ભાજપના કાર્યકરો દ્વારા આતશબાજી કરાઇ હતી. શહેરના સ્ટેશન રોડ ઉપર ડીજેના તાલે યુવાનો ઝુમ્યા હતાં. પંચમહાલવાસીઓમાં પણ ખુશાલીનો માહોલ જોવા મળ્યો હતો.ગોધરાના પ્રભા રોડ ઉપર યુવાનોએ ફટાકડા ફોડ્યંા હતાં. વિ હિપ દ્વારા ચાચર ચોકમાં ફટાકડા ફોડીને વિજય દિવસ ઉજવાયો હતો. ભાજપ દ્વારા બામરોલી રોડ હનુમાનજીના મંદિર પાસે શૌર્ય દિવસ કાર્યક્રમ રખાયો. સાંસદ, ધારાસભ્ય, ભાજપ જિલ્લા પ્રમુખ, ભાજપ હોદ્દેદારોએ ફટાકડા ફોડી અને મિઠાઇ વહેચી શૌર્ય દિન ઉજવ્યો હતો.

દાહોદ શહેરમાં સ્ટેશન રોડ પર યુવાવર્ગે આતશબાજી કરી, ડીજેના તાલે ઝુમી વીજયોત્સવ મનાવ્યો હતો

એલર્ટના પગલે ગોધરામાં હાઇવે, રેલવે અને બસ સ્ટેશન ઉપર પોલીસનું ચેકિંગ
ભાસ્કર ન્યૂઝ ગોધરા

14મી ફેબ્રુઆરી પુલવામાં થયેલા આતંકી હુમલાના 13માં દિવસે ભારતીય વાયુસેનાએ ઓપરેશન એરીયલથી પાકિસ્તાનમાં ઘુસીને 300 જેટલા આતંકીઓનો સફાયો કર્યો છે. જેને લઈ ગુજરાત હાઈએલર્ટ છે ત્યારે ગોધરામાં સઘન પોલીસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. એલર્ટથી પંચમહાલ પોલીસ

...અનુ. પાન. નં. 2

એલર્ટના પગલે ગોધરા રેલ મથકે તથા પરવડી બાયપાસ ચોકડી પર પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરાયુ

દાહોદ જિલ્લામાં યુવાવર્ગ દ્વારા આતશબાજી કરવામાં આવી મોટી સંખ્યામાં એકત્ર થઇને વિજયોત્સવ મનાવાયો
આતશબાજી સાથે સેનાને શહેરની સલામ
ભારતીય વાયુસેનાએ આતંકવાદીઓનો સફાયો કરતા ફતેપુરા અને લીમડીમાં આતશબાજી. રીતેશ પટેલ

દાહોદ જિ.માં પો. અધિકારીઓને હેડક્વાર્ટર નહીં છોડવા આદેશ
ભાસ્કર ન્યૂઝ.દાહોદ

ભારતની વાયુ સેનાએ પાકિસ્તામાં ઘુસી આંતકવાદીઓના ઠેકાણાનો નાશ કર્યો હતો. દેશ સાથે ગુજરાતમાં પણ રેડએલર્ટ જાહેર કરાયું હતું. તેના પગલે દાહોદ જિલ્લાનું પોલીસ વિભાગ પણ સાવધાન મુદ્રામાં જોવા મળ્યું હતું. જિલ્લાના પોલીસ અધિકારીઓને હેડક્વાર્ટર નહીં છોડવા માટે એસ.પી હિતેશ જોયસર દ્વારા સુચના અપાઇ છે. આઇપીએફ સતીષકુમાર દ્વારા પણ રેલવે સ્ટેશને ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવીને શંકાસ્પદોનું ચેકિંગ કરાઇ રહ્યું છે.

હાલોલમાં નાકાબંધી કરી વાહનોના ચેકિંગ સાથે જીઆઇડીસીમાં પણ ચાંપતી નજર
ભાસ્કર ન્યૂઝ. હાલોલ

રાજ્યભરમાં હાઈએલર્ટને પગલે પોલીસ અને વહીવટીતંત્ર સાબદુ થઈ સુરક્ષા અને સલામતીના ભાગ રૂપે પોલીસ દ્વારા હાઇવે રેલવે સ્ટેશન, બસ ડેપો સહિત ઔધોગીક વિસ્તારોમાં ઘનિષ્ઠ પેટ્રોલીગ સાથે શહેરો માં આવતા જતા વાહનો ના ચેકીંગ માટે ઠેર ઠેર ચેકપોસ્ટ ઉભી કરી વાહનોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

હાલોલમાં જીઆઇડીસીમાં પાંચસો ઉપરાંત નાના મોટા ઉદ્યોગો આવેલ હોય અહીં સલામતીના ભાગ રૂપે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ સાથે ચાંપતી બાજ નજર રખાઈ રહી છે. હાલોલ ટોલ નાકા કાળીભોઇ સહિત ટીમ્બિ પાટિયા પાસે હાલોલ શહેર અને રૂરલ પોલીસ દ્વારા ચેક પોસ્ટ ઉભી કરાઈ છે. પુલાવામામાં સૈનિકો પર આતંકવાદીઓ દ્વારા થયેલ હુમલામાં 44 જેટલા સૈનિકો શહીદ થતા સમગ્ર દેશવાસીઓમાં હુમલાનો જડબાતોડ જવાબ આપવા ઉઠેલી માંગ વચ્ચે ભારતની વાયુસેનાએ હવાઈ હુમલો કરી કાર્યવાહી કરતા દેશવાસીઓમાં ખુશીનો માહોલ સર્જાયો છે.

ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલ એરસ્ટ્રાઈકને મહીસાગર કોંગ્રેસે વધાવી
ભાસ્કર ન્યૂઝ.ગોધરા, લુણાવાડા

મહીસાગર કોંગ્રેસ દ્વારા પુલવામાં હુમલાનો વળતો પ્રહાર કરવા આજરોજ ભારતીય સેના દ્વારા કરવામાં આવેલ એરસ્ટ્રાઈકને વધાવવામાં આવી હતી. ઉપરાંત આગામી 28 ફેબ્રુઆરીએ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ જન સંકલ્પ રેલીને સંબોધવા અમદાવાદ આવી રહ્યા છે. અને કોંગ્રેસ વર્કિગ કમિટીની બેઠક ગુજરાતમાં યોજાઇ રહી છે. આ રેલીના આયોજન અંગેની માહિતી આપવા મહીસાગર કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી. આ ઉપરાંત આગામી તા.28 ફેબ્રુઆરીએ યોજાનાર જન સંકલ્પ રેલી સ્થળ અડાલજ ખાતે પંચમહાલ તથા મહીસાગર જિલ્લામાંથી પણ

...અનુ. પાન. નં. 2

પંચમહાલ જિલ્લા સહિત ગોધરામાં શૌર્ય દિવસની ઉજવણી

ઠેર ઠેર ફટાકડા ફોડવામાં આવ્યાં અને મિઠાઇ વહેંચી
ગોધરા ભાજપ દ્વારા શૌર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી. તસવીર- હેમત સુથાર

હાલોલમાં પણ હાઈએલર્ટના પગલે પોલીસ દ્વારા ઘનિષ્ઠ ચેકીંગ હાથ ધરાયુ. તસવીર મકસુદ મલીક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો