તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદની ઈજનેરી કોલેજના અધ્યાપકો હડતાળ પર જશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

દાહોદ એન્જિનિયરિંગ કોલેજ ખાતે સાતમા ‘પે કમિશન’ લાગુ પાડવાની માંગને લઈને કોલેજના અધ્યાપકો દ્વારા તા.113-’20 ના રોજ વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો.

2016 થી સાતમા પગારપંચ અનુસાર ગુજરાતના અન્ય તમામ કર્મચારીઓ પગાર મેળવે છે ત્યારે ઇજનેરી કોલેજોના અધ્યાપકો હાલમાં પણ છઠ્ઠા પગારપંચ મુજબ જ પગાર પ્રાપ્ત કરે છે. જ્યારે કે તેમને પણ પગારપંચની જોગવાઈ મુજબ સાતમા પગારપંચ મુજબનો પગાર મેળવવાને પાત્ર હોવા છતાં તેમની સાથે અન્યાય થાય છે. ત્યારે ગુજરાતભરની ઇજનેરી કોલેજોમાં નિર્ધારિત વિરોધ પ્રદર્શન અંતર્ગત આરંભાયેલ આંદોલન અંતર્ગત અધ્યાપકોએ એકત્રિત થઈને સુત્રોચ્ચાર કર્યા હતા. અને તમામ અધ્યાપકોને સાતમા પગારપંચ મુજબનો પગાર આપવા અને અગાઉના ડીફરંસના નાણા પણ મંજૂર કરવા આંદોલન છેડાયું છે. માહિતી અનુસાર જો તા.31.3.’20ની સમય મર્યાદામાં માંગણી પૂરી ન થાય તો તે કેન્દ્ર સરકાર દ્વારા તેને રદ્દ કરી દેવાશે. જો કેન્દ્ર સરકાર માંગ રદ્દ કરી દેશે તો ગુજરાત સરકારના માથે વધારાનો રૂ.100 કરોડનો બોજો આવી જશે. આ આંદોલન અંતર્ગત અપાયેલા આવેદનમાં દર્શાવ્યા મુજબ તા.9 થી 14 માર્ચ,2020 દરમ્યાન દરેક ઇજનેરી કોલેજોના અધ્યાપકો કાળા કપડાં અથવા કાપી પટ્ટી પહેરીને ફરજ બજાવતા અગાઉ આચાર્યની ઓફિસની બહાર દેખાવ કરશે. તા.16 થી 21 માર્ચ દરમ્યાન કોલેજના પરિસરમાં રેલી સ્વરૂપે ફરી સાતમા પગારપંચની માંગણી કરશે. તા.23 માર્ચે જે તે સ્થાનિક ધારાસભ્યોને અને તા.5 એપ્રિલના રોજ કલેક્ટરને આવેદન પાઠવાશે. 6-4-’20 થી તમામ બિન શૈક્ષણિક કામગીરીનો બહિષ્કાર, તા.15 એપ્રિલે GTU દ્વારા સોંપાતી કામગીરીનો બહિષ્કાર અને તા.21 એપ્રિલથી એક અઠવાડિયાની પ્રતીકાત્મક હડતાળ જેવા કાર્યક્રમો કરનાર હોવાનું અધ્યાપકોએ આવેદનમાં જણાવ્યું છે.

સાતમા પગારપંચની માંગને લઈને આંદોલનનું શરણું લીધું

_photocaption_દાહોદની ઇજનેરી કોલેજમાં અધ્યાપકો દ્વારા સૂત્રોચ્ચાર સાથેના દેખાવો.*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો