દાહોદ જિલ્લાની મતદાર યાદીમાં નવા 23,447 યુવા મતદારોનો વધારો થયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દાહોદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા દ્વારા ચલાવવામાં આવેલી ખાસ સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણા ઝૂંબેશ બાદ પ્રસિદ્ધ કરાયેલી છેલ્લી સ્થિતિની આખરી મતદાર યાદીમાં 23,447 યુવા મતદારોનો વધારો થયો છે. આ યુવા મતદારોની ઉંમર 18થી 30 વર્ષની છે. નવી મતદાર યાદીમાં કુલ 38624 મતદારોનો વધારો થયો છે.

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એન. જી. કુંમાવતે માહિતી આપતા જણાવ્યું કે, ગત ડિસેમ્બર માસની સ્થિતિએ મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ બાદ તા. 22 ડિસેમ્બર, તા. 5 અને 12 જાન્યુઆરીએ ખાસ સુધારણા ઝૂંબેશ હાથ ધરાઇ હતી. ઝૂંબેશ દરમિયાન 14,600 મતદારોના નામમાં, તસવીરોમાં કે અન્ય કોઇ સુધારા કરવામાં આવ્યા છે. જ્યારે, મતદારો દ્વારા કરવામાં આવેલી અરજીના આધારે 4800 નામો કમી કરાયા છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વર્ષની સ્થિતિએ અંદાજવામાં આવેલી વસ્તી 24.93 લાખ થવા જાય છે. તેની સાપેક્ષે છેલ્લી સ્થિતિએ કુલ 14.21 લાખ મતદારો નોંધાયેલા છે. એટલે કે, વસ્તીની સાપેક્ષે તેનું પ્રમાણ 57 ટકા જેટલું થાય છે. ઝૂંબેશ પૂર્વે આ ઇપી (ઇલેકટરોલ પોપ્યુલેશન) રેશિયો 55.47 ટકા હતો. 6 બેઠકમાં 38624 મતદારોનો વધારો થયો છે. ગરબાડા બેઠકમાં 9616 મતદારોનો વધારો નોંધાયો છે.

ખાસ સંક્ષિપ્ત સુધારા ઝૂંબેશ બાદ મતદાર યાદીમાં કુલ 38624 મતદારોનો વધારો

વિધાનસભા પ્રમાણે નોંધાયેલા મતદારો

{ ફતેપુરા 225106 { ઝાલોદ 241006 { લીમખેડા 201636 { દાહોદ 251728 { ગરબાડા 258008 { દેવગઢ બારિયા 240754
અન્ય સમાચારો પણ છે...