તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાહોદ જિલ્લામાં મંગળવારે તાપમાનમાં 12 ડીગ્રીનો ઘટાડો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ ખાતે મંગળવારે તા.16 માર્ચના રોજ બપોરે 2 ના સુમારે 31 સે.ગ્રે.ડિગ્રી તાપમાન થઇ જવા પામ્યું હતું. આ સમયે પવનની ગતિ 13 કિમી/કલાકની ઝડપે નોંધાઈ હતી. મંગળવારે દિવસ દરમ્યાન બપોરે 4 વાગે વધુમાં વધુ તાપમાન 34 સે.ગ્રે.ડિગ્રી અને ઓછામાં ઓછું તાપમાન માત્ર 18 સે.ગ્રે.ડિગ્રી નોંધાવા પામ્યું હતું. બે દિવસથી દાહોદ શહેર સહિત જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેતા ગરમીનો પ્રકોપ ઘટવા પામ્યો છે. તો ગઈરાતના સમયે દાહોદ શહેર સાથે આખા જિલ્લામાં ઝરમર છાંટા પણ વરસ્યા હતા. દાહોદ શહેરમાં અનાજ માર્કેટના વેપારીઓએ પોતાની દુકાનોમાં ખુલ્લા મુકાયેલ અનાજની ગુણોને ઢાંકવા માટે દોડધામ કરી મૂકી હતી. દાહોદમાં માવઠાનું વાતાવરણ બનતા કેરીના પાકને નુકશાન પહોંચે તેવી પણ સંભાવનાઓ રચાઈ હતી. પરંતુ, વરસાદી વાતાવરણ ટૂંક સમયમાં જ દુર થઇ જતા કેરીના પાકથી કમાણી કરતા ખેડૂતોને હાશકારો થયો હતો.ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ સુધી સળંગ છેલ્લા એક સપ્તાહથી બપોરના સમયે દાહોદ ખાતે 43 સે.ગ્રે.ડિગ્રી તાપમાન નોંધાતું હતું.જે બદલે મંગળવારે બપોરે 31 સે.ગ્રે.ડિગ્રી થઇ જતા 12 સે.ગ્રે.ડિગ્રીનો ધરખમ ઘટાડો જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...