તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાહોદ ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહક જાગૃતિ સપ્તાહની ઉજવણી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગ્રાહક સુરક્ષા મંડળ દાહોદ દ્વારા તા.15મી માર્ચના વિશ્વ ગ્રાહક અધિકાર દિન નિમિત્તે તા.11 થી 19 માર્ચ સુધી ગ્રાહક જાગૃતિ સપ્તાહની વિવિધ સ્થળે ઉજવણી કરાઇ જેમાં તા.11ના રોજ દાહોદ હાટ બજારમાં ગ્રાહક જાગૃતિ અંગેની પત્રિકાઓનું વિતરણ કરાયું હતું. તા.12ના નગરાળા ગામે જઇ મહિલા ખેડૂત જાગૃત અંતર્ગત મંડળના પ્રમુખ ગોપાળભાઇ ધાનકાએ ગ્રાહક કોને કહેવાય, ગ્રાહકો કેવી રીતે છેતરાય છે તેમજ ગ્રાહક છેતરાય તો કેવી રીતે ફરિયાદ કરી શકાય તે અંગેની વિસ્તૃત સમજ આપી હતી. તા.13મીના રોજ ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામે ખેડૂત ગ્રાહક સેમિનારમાં ગ્રાહક જાગૃતિ અંગે સમજ આપી હતી. તા.14મીના રોજ ભાઠીવાડા ગામે ગોળ ગધેડાના મેળામાં મોટા સમુહને ગ્રાહક જાગૃતિ અંગે વાર્તાલાપ યોજાયો હતો. તા.15મીના ઉકરડી, મુકામે કુમાર, કન્યા છાત્રાલયના વિદ્યાર્થીઓને વિશ્વ ગ્રાહક દિનની ઉજવણી અંગેતથા ગ્રાહક સુરક્ષા અંગે સમજ આપી હતી. છાત્રાલયના વિદ્યાર્થીઓએ જાણકારી મેળવી હતી. તા.16મીના રોજ રોઝમ ગામે જઇ ખેડૂતોને ગ્રાહક સુરક્ષા અંગેની જાણકારી આપી હતી. તા.17મીના રોજ ગ્રાહક સુરક્ષાના પ્રતિનિધિઓએ લીમડી મુકામે જઇ હાટ બજારમાં આવેલ જન સમુહને ગ્રાહક સુરક્ષા અંગેની પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...