તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાહોદ લોકસભા બેઠક માટે ઉમેદવારોને પ્રતિકો ફળવાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ | દાહોદના ઝાલોદના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના બાબુભાઇ કટારાએ હાથ, દાસાના ભારતીય જનતા પક્ષના જસંવતસિંહ ભાભોરે કમળ, માતવામાં બહુજન સમાજવાદી પાર્ટીના ભાભોર ધૂળાભાઇ દીતાભાઇએ હાથીનો પ્રતિક લીધો છે.રાષ્ટ્ર કે રાજ્ય દ્વારા માન્ય રાજકીય પક્ષો સિવાય ઝાલોદના દાંતગઢના હિન્દુસ્તાન નિર્માણના કલારા રામસિંગભાઇએ પાણીની ટાંકી, કચલધરાના ભારતીય ટ્રાયબલ પાર્ટીના ગરાસીયા રમેશભાઇ નાથાભાઇએ P , દાહોદના ખંગેલા મોટા ફળિયાના ભારતીય નેશનલ જનતા દળના જગદીશ મણીલાલ મેડાએ નાળીયેરી ફાર્મ, દાહોદના ખરેડી, રાજપુરના અપક્ષ ઉમેદવાર ડામોર મનાભાઇ ભાવસિંહભાઇએ બાલટી અથવા રોડ રોલર અથવા ટ્રેક્ટર ચલાવતો ખેડૂત જ્યારે દાહોદના ટાંડા ગામના અપક્ષ ઉમેદવાર દેવધા સમસુભાઇ ખાતરાભાઇએ બોટ ચલાવતો માણસ અથવા નાળિયેરી ફાર્મના પ્રતિકની પસંદગી કરી છે. એમ જિલ્લા ચુંટણી અધિકારી વિજય ખરાડીએ જણાવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...