Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ APMC માં શાકભાજીના ભાવ ગગડવા છતાંય રિટેલ માર્કેટમાં તેજી
દાહોદ શહેર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના મહાત્મા ગાંધી ફળફળાદી માર્કેટમાં વિવિધ શાકભાજીના ભાવ છેલ્લા એક સપ્તાહથી ઘટવા છતાંય બજારમાં છૂટક ભાવમાં પરિસ્થિતિ યથાવત રહેવા પામી છે.
દાહોદ શહેરમાં છૂટક શાકભાજી વેંચતા વેપારીઓ અને લારી-પાથરણાવાળાઓ શાકભાજી અગાઉની માફક હોલસેલ માર્કેટથી ખુબ ઊંચા ભાવે વેંચતા હોવાની માહિતી મળી છે.દાહોદમાં શાકભાજીના છૂટક ભાવ હજુય ઊંચા રહેતા નગરજનોમાં કચવાટ ફેલાયો છે. દાહોદમાં પત્તાગોબી, ફૂલગોબી અને બટાકા સરેરાશ 20 થી 30 રૂ./કિગ્રાના ભાવે મળે છે.તો ડુંગળી 25 થી 30 રૂ./કિગ્રા.,ટમેટા 10 રૂ./કિગ્રા., મરચાં 30 થી 40 રૂ./કિગ્રા.,ગાજર 30 રૂ./કિગ્રા.,
...અનુ. પાન. નં. 2
તા.14નો સરેરાશ ભાવ (પ્રતિ 20 કિગ્રા)
ડુંગળી – 140 થી 440
બટાકા – 200 થી 280
ટામેટા – 70 થી 120
વટાણા – 400 થી 640
ફ્લાવર – 500 થી 1600
પત્તાગોબી – 500 થી 1600
ગાજર – 300 થી 400
મેથીની ભાજી – 360 થી 500
ટામેટાં 3.5 થી 6 રૂા. ફૂલગોબી અને પત્તાગોબી 2.5 થી 4 રૂા.ના હોલસેલ ભાવે વેચાયાં
_photocaption_હોલસેલ માર્કેટમાં પાણીના ભાવે વેચાતુ શાક રીટેલ માર્કેટમાં પાંચથી છ ગણા ભાવે વેચાઇ રહ્યું છે.*photocaption*