તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝાલોદના ગામડીમાં ગાડીની ટક્કરથી બાઇક ચાલક ઘાયલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝાલોદ તાલુકાના ગામડી દેવળ ફળિયામાં રહેતા ચેન્દ્રેશભાઇ ભુરીયા પોતાની જીજે-17-આર-6041 નંબરની બાઇક ઉપર સવારના આઠ વાગ્યાના અરસામાં ઝાલોદ જવા નિકળ્યા હતા. ત્યારે ગામડી બસ સ્ટેશન નજીક જાફરપુરા રોડ તરફથી આવતી જીજે-6-ઇએચ-0911 નંબરની વેગેનાર ગાડીમાં ગામડી ગામના સતિષભાઇ ઝુલેષભાઇ ગણાવા તથા તેના પિતા ઝુલેશભાઇ અને માતા રાહેલબેન સવાર હતા. નશાની હાલતમાં ચાલક સતિષભાઇએ પોતાનું વાહન કોઇની જીંદગી જોખમાય તે રીતે પુરઝડપે અને બેફીકરાઇથી હંકારી લાવી ચેન્દ્રભાઇની બાઇકને ટક્કર મારી ગટરમાં પાડી દીધા હતા. જેમાં બાઇક સવાર ચન્દ્રેશભાઇને બન્ને હાથો ઉપર તેમજ થાપાના ભાગે અને શરીરે ઓછીવત્તી ઇજાઓ થઇ હતી. ગાડીમાં સવાર ગામના જ હોવાથી કહેવા જતાં સતિષભાઇ ગણાવા, ઝુલેશભાઇ ગણવા અને રાહેલબેન ઝુલેશભાઇ ગણાવા ચન્દ્રેશભાઇને બિભત્સ ગાળો બોલી જણાવેલ કે આજે તો તુ બચી ગયો છે હવે પછી તો તને જાનથી મારી નાખવાનો છે ...અનુ. પાન. નં. 2

તેવીધમકીઓ આપી ભાગી ગયા હતા. અકસ્માતની જાણ પોલીસને કરતાં તાત્કાલિક ઘટના સ્થળે આવી ગઇ હતી અને વેગેનઆર ગાડી કબ્જે લીધી હતી અને ચન્દ્રેસભાઇને સારવાર મોકલ્યા હતા. આ સંદર્ભે ચન્દ્રેશભાઇએ વેગેનારમાં સવાર મહિલા સહિત ત્રણ સામે ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તેમની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...