તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના|દાહોદમાં પાલિકા દ્વારા ભીડવાળાં ખાણીપીણીના સ્થળોનું ચેકિંગ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફોટો-1 | રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે પાલિકાએ 2 હજાર લોકોને કાઢો પીવડાવવા સાથે 1500 માસ્ક આપ્યા.

ફોટો-2 | રાતના સમયે બજારોમાં ખાણી-પીણીની દુકાનના માલિક-કારીગરોને વિવિધ સુચના અપાઇ.

ફોટો-3 | વિવિધ વિસ્તારોમાં ફોગિંગ અને સઘન સફાઇ કામ શરૂ કરાવવામાં આવ્યુ હતું.

ફોટો-4 | બજારોમાં દુકાનો ઉપર જઇ કોરોના વાયરસથી બચવાના ઉપાયની પત્રિકાઓનું વિતરણ કરાયુ હતું.

_photocaption_કોરોના વાયરસનો ઉપદ્રવ ફેલાય નહીં તે માટેે રાજ્યભરમાં સરકાર દ્વારા શાળા કોલેજો, થીએટર્સ, સ્વીમીંગ પૂલ સહિતના જે તે સ્થળો બંધ કરવાના નિર્ણય બાદ દાહોદ વહીવટી તંત્ર દ્વારા સ્ટેશનરોડ સ્થિત રાત્રિ બજાર અને ગ્રામ્યમાં સપ્તાહના જે તે દિવસોએ ભરાતા હાટ બજારને બંધ કરવાની જાહેરાત થઇ હતી. રાત્રિ બજાર વગેરે સ્થળોએ દાહોદ પાલિકાના ઇન્ચાર્જ મુખ્ય અધિકારી દીપસિંહ હઠીલા, ફૂડ સેફટી અધિકારી પિંકલ નગરાળાવાલા, સેનેટરી ઇન્સ્પેક્ટર એસ.આર.ખપેડ, ગૌતમ ઝાડ સહિતની ટીમે આકસ્મિક મુલાકાત લઇ રાતના ખાણીપીણીના સ્થળોએ ટોળાને હટાવી જે તે દુકાનદારોને કોરોનાના ભયથી માહિતગાર કર્યા હતા.દાહોદ કલેક્ટર તથા પાલિકા પ્રમુખ અભિષેક મેડાના માર્ગદર્શન હેઠળ આ અભિયાનની ધારી અસર જોવા મળી હતી.*photocaption*
અન્ય સમાચારો પણ છે...