તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રણ મિત્રોની મદદથી સગીરાનું યુવકે અપહરણ કરતાં ફરિયાદ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સીંગવડ તાલુકાની સગીરા ગામની ઘંટીએ દળાવવા માટે ગઇ હતી. તે દરમિયાન યુવકે તેના ત્રણ મિત્રોની મદદથી સગીરાનું અપહરણ કરી લઇ ગયો હતો.

સીંગવડ તાલુકાની સગીરા ગામની ઘંટીએ અનાજ દળાવવા માટે ગઇ હતી. તે દરમિયાન અનોપપુરાનો પ્રકાશ હઠીલા તેના મિત્ર પ્રવિણ ભગોરા, પર્વત હઠીલા તથા કલસીંગ હઠીલા તમામ રહે. અનોપપુરાની મદદથી અપહરણ કરી ગયો હતો. ઘંટીએ અનાજ દળાવવા માટે ગયેલી સગીરા મોડે સુધી ઘરે પરત નહીં આવતાં પરિવારે શોધખોળ કરી હતી પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો. શોધખોળ દરમિયાન અનોપપુરાનો પ્રકાશ હઠીલા પત્ની તરીકે રાખવા માટે ત્રણ મિત્રોની મદદથી સગીરાનું અપહરણ કરી ગયાની પરિવારને જાણ થઇ હતી. જેથી સગીરાના પિતાએ રંધીકપુર પોલીસ મથકે પ્રકાશ હઠીલા તથા તેના ત્રણ મિત્ર વિરૂદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી ચારેય આરોપીની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે.

યુવક સહિત ચાર સામે રંધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

સગીરા ગામની ઘંટીએ અનાજ દળાવવા માટે ગઇ હતી

અન્ય સમાચારો પણ છે...